સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th February 2018

ભુજઃ ડમી છાત્ર દ્વારા પરીક્ષા આપવાના કેસમાં બે સગીર છાત્રોને એક વર્ષની સજા

ભુજ તા. ૧૦ :.. ભુજ બોર્ડ પરીક્ષામાં ગેરરીતિ આચરનારા છાત્રોને દાખલારૂપ એવી કડક સજા ભુજ કોર્ટે ફટકારી છે. ગત જૂલાઇ ર૦૧પ માં ભુજની સેન્ટ ઝેવિયર્સ સ્કુલનાં સુપરવાઇઝરો રાજકુમાર અને પ્રકાશ ઠક્કરે ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષામાં ડમી છાત્રને પરીક્ષા આપતો પકડી પાડયો હતો.

આ કિસ્સામાં હોલ ટિકીટ અને ફોટો બદલાવીને ગેરરીતિ આચરાઇ હતી. ભુજ બી. ડીવીઝન પોલીસમાં કેસ થયા બાદ આ અંગે ત્રીજા અધિક ચીફ જયુ. મેજી. વી. ડી. મોઢ સમક્ષ આ કેસની સુનાવણી થઇ હતી. જેમાં બન્ને સગીર છાત્રો જેણે પરીક્ષા આપી તે ડમી અને જે મુળ છાત્ર તો હતો તે એ બન્ને ને ભારતીય દંડ સહિતાની કલમ ૪૧૯, ૧૧૪ મુજબ એક એક વર્ષની સાદી કેદ અને બે હજારનો દંડ કરાયો હતો. આ કેસમાં મદદનીશ સરકારી વકીલ ડી. એમ. પરમારે  દલીલો કરી હતી.

(11:33 am IST)