સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th February 2018

કાલે જામજોધપુર, કાલાવડ અને ધ્રોલમાં ભાજપનું સંમેલન

માંડવિયા, ખીમાણી અને ભંડેરીની હાજરીમાં

રાજકોટ તા. ૧૦ :.. નગરપાલિકાઓની ચૂંટણી સંદર્ભે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પાર્ટીના નગરપાલિકા ઇન્ચાર્જ પ્રદીપ ખીમાણી અને મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી આવતીકાલે જામનગર જિલ્લામાં ભાજપના ૩ પેઇઝ પ્રમુખ સંમેલનમાં માર્ગદર્શન આપશે. કાલે સાંજે ૪ વાગ્યે જામજોધપુર ૬ વાગ્યે કાલાવડ અને ૮ વાગ્યે ધ્રોલમાં સંમેલન થશે. જિલ્લા પ્રમુખ ચંદ્રેશ પટેલ સતત સાથે રહેશે.

(12:05 pm IST)