સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th February 2018

લોધીકા અપહરણના ગુન્હામાં ૮ વર્ષથી વોન્ટેડ બલજીતને એલસીબીએ ઝડપી લીધો

રાજકોટ તા.૧૦ : લોધીકા પોલીસ મથકના અપહરણના ગુન્હામાં ૮ વર્ષથી વોન્ટેડ આરોપીને રૂરલ એલસીબીએ ઝડપી લીધો હતો.

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અંતરીપ સુદની સુચના મુજબ નાસતા ફરતા આરોપીને પકડી પાડવાની ડ્રાઇવ અનુસંધાને એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. જે.એમ.ચાવડાના માર્ગદર્શન મુજબ એલસીબીના હે.કો. કરશનભાઇ કલોતરા, બ્રિજરાજસિંહ જાડેજા, પો.કોન્સ. મયુરસિંહ જાડેજા, રાયધનભાઇ ડાંગર, લોધીકા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હે.કો. બ્રિજરાજસિંહ જાડેજાને મળેલ હકીકત આધારે લોધીકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૩૧-૧૦ આઇપીસી ક.૩૬૩, ૩૬૬નો કામે છેલ્લા ૮ વર્ષથી નાસતો ફરતો આરોપી બલજીત શ્રીમુનીરકા પાલ રહે. ભુલોલી (બિહાર) વાળાને રાવકી પાસેથી પકડી પાડી લોધીકા પો.સ્ટે. સોંપી આપેલ છે.

(11:27 am IST)