સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

મહાશિવરાત્રીના મેળા માટે રાજકોટ-જુનાગઢ વચ્ચે રેલ્વે વધારાની ટ્રેનની ૫ ટ્રીપ કરશે

૯-૧૦-૧૧-૧૩-૧૪ ફેબ્રુઆરીના મેળા સ્પેશીયલ ટ્રીપ

રાજકોટ : જુનાગઢ મહાશિવરાત્રીના મેળામાં દેશભરમાંથી જુનાગઢ પહોંચતા લાખો શ્રધ્ધાળુઓની સુવિધા માટે રાજકોટ  રેલ્વે દ્વારા તા.૯-૧૦-૧૧-૧૩-૧૪ ફેબ્રુઆરીના રોજ 'મેળા સ્પેશિયલ' ટ્રેનની પાંચ ટ્રીપ દોડાવશે. આ ટ્રેન રાજકોટથી સાંજે ૭-૧પ કલાકે ઉપડી જુનાગઢ રાત્રે ૯-૩૦ કલાકે પહોંચશે. આ ટ્રેનની વળતી ટ્રીપ જુનાગઢથી સવારે ૪-૪૦ કલાકે ઉપડી સવારે ૬-પપ વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેનમાં ૭ જનરલ કોચની હશે. રાજકોટ જુનાગઢ વચ્ચેનુ ભાડુ રપ રૂ. રહેશે.

(4:20 pm IST)