સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

જેતપુરમાં ગેલેકસી એપાર્ટમેન્ટમાંથી અજય કેસરીયા દારૂની ૧૧૪ બોટલ સાથે પકડાયો

જયેશ ઉર્ફે જલો કોળી નાશી જતા શોધખોળ

જેતપુર, તા. ૯ : જેતપુર સરદાર ચોકમાં બાતમીના આધારે પોલીસે ગેલેકસી એપાર્ટમેન્ટમાં દરોડો પાડી દારૂની ૧૧૪ બોટલ સાથે લોહાણા શખ્સને ઝડપી લીધો છે.

મળતી વિગત મુજબ રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક અંતરીપ સુદની સુચના મુજબ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદીને નાબુદ કરવા માટેની સુચના તથા માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પો.સ્ટે.ના પો. ઇન્સ. એમ.એન. રાણા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન પી.સી. ધમભા જેઠવાને બાતમી રાહે મળેલ ચોક્કસ હકીકત મળેલી કે જેતપુર સરદાર ચોકમાં ગેલેકસી એપાર્ટમેન્ટમાં રહેતો અજય રસીકભાઇ કેસરીયા તથા જયેશ ઉર્ફે જલો રમેશભાઇ કોળી બંને ઇંગ્લીશ દારૂનો જથ્થો મગાવી અજય કેસરીયાના રહેણાંક મકાને રાખી વેચાણ કરે છે તેવી બાતમીના આધારે રેઇડ કરતા કોઠાર રૂમમાંથી જુદા જુદા બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૧૪ કિ. ૪૩,ર૦૦ સાથે નં.૧ને પકડી પાડી લીધો હતો. જાયરે જયેશ ઉર્ફે જલો નાસી જતા જેતપુર સીટી પો.સ્ટે.ના. પો. ઇન્સ. એમ.એન. રાણા, તથા પીએસઆઇ ધીરૂભાઇ ડાંગર એચ.સી. સંજયભાઇ પરમાર, તથા અનિલભાઇ ગુજરાતી પી.સી. નારણભાઇ પંપાણીયા તથા પી.સી. ધમભા જેઠવા તથા પી.સી. ચેતનભાઇ ઠાકોર , પી.સી. ભાવેશભાઇ ચાવડા તથા પી.સી. લખુભા રાઠોડ તથા પી.સી. દિવ્યેશભાઇ સુવા વિગેરે સ્ટાફે શોધખોળ આદરી છે.

(4:18 pm IST)