સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

જેતપુર-નવાગઢ પાલિકામાં કોંગ્રેસ ર૦ થી ર૩ સીટો ઉપર વિજય મેળવશે : ભાજપ દ્વારા સત્તા ટકાવવા પ્રયાસો

જેતપુર, તા. ૯: જેતપુર-નવાગઢ નગરપાલિકાની તા. ૧૭ના રોજ યોજાનાર ચૂંટણી માટે ઉમદવરો દ્વારા પ્રચાર કાર્ય પુરજોશમ)ં ચાલી રહ્યું છે ત્યારે  કોંગ્રેસ ર૦ થી ર૩ સીટ ઉપર વિજળી મેળશે તેવું ગણિત લગાડે છે. તો ભાજપે કોઇ ટેકા વગરની સત્તા મેળવવા પુરતા પ્રયાસો શરૂ કરી દીધા છે.

પાલીકાની ચૂંટણી માટે નોંધાવેલ ઉમેદવારી

વોર્ડ નં.

ભાજપ

કોંગ્રેસ

બી.એસ.પી.

અ.ભા

અપક્ષ

કુલ

 

 

 

 

હિન્દુ મહાસભા 

 

 

-

૧૦

૧૯

-

-

ર૦

ર૮

-

ર૯

૩૮

-

૧૭

-

-

૧૯

ર૬

-

-

૧૭

-

૧ર

-

૧૬

-

૧૪

૧૦

-

-

૧૧

-

૧૬

કુલ

૪૪

૩૯

૧ર૧

ર૧ર

વોર્ડ નં. ૩માં સૌથી વધારે ૩૮ ઉમેદવારો જેમાં ર૯ અપક્ષ અને વોર્ડ નં. ૧૦માં સૌથી ઓછા ૯ જેમાં એક જ કોંગ્રેસના ઉમેદવાર અને ૪ અપક્ષ ઉમેદવાર છે.

શહેરમાં કોંગ્રેસને જીવત કરનાર રવિભાઇ આંબલીયા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય કોંગ્રેસની પુરા હાલ અજીતસિંહ જાડેજાએ સંભાળેલ છે. જેમણે પોતાના જ વોર્ડમાં અપક્ષમાં ચૂંટણી લડી રહેલ શારદાબેન બારોટ કે જેઓ ભાજપના પાલીકાના પૂર્વ પ્રમુખ હતા તેમને સમર્થન આપેલ અને વોર્ડ નં. પમાં લક્ષ્મણભાઇ જીવાણી અને વોર્ડ નં. ૧૦માં ૩ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસનું સતાનું સ્થળ રોળાય તેવું વર્તાય રહ્યું છે. ભાજપ માટે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ તમામ ઉમેદવારો વિજેતા થાય તે માટે વ્યૂહ બનાવી રહ્યા છે. પરંતુ પેટા ચૂંટણીમાં જંગી બહુમતીથી ખાતુ ખોલ્યુ હતું તે બંનેને પડતા મુકયા હોય તે બન્ને અપક્ષમાં ચૂંટણી લડે છે જો તે ચૂંટાય જાય તો ભાજપે ફરી હાથ લંબાવવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

(4:17 pm IST)