સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

આટકોટના વિજય કોળીનો ઝેરી દવા પીને પાણીમાં ઝંપલાવી આપઘાત

આટકોટઃ તસ્વીરમાં મૃતક કોળી યુવકનો મૃતદેહ તથા સ્યુસાઇડ નોટ નજરે પડે છે. (તસ્વીરઃ વિજય વસાણી-આટકોટ)

આટકોટ, તા. ૯:  આટકોટમાં સ્વામિનારાયણ મંદિમાં સેવા આપતા અને ધાર્મિક વૃત્તિના કોળી યુવકે આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ આટકોટમાં રહેતા વિજય માવજીભાઇ સોલંકી (ઉ.વ.ર૦) એ આજે સવારે અંબાજી મંદિર રોડ ઉપર જાનબાઇ માતાના મંદિર પાછળ ભાદર નદીના કાંઠે ઝેરી દવા પીધેલી હાલતમાં પાણીમાંથી મૃતદેહ મળતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મૃતક યુવક વિજય સોલંકીના ખિસ્સામાંથી મળેલી સ્યુસાઇડ નોટમાં લખ્યુ છે કે ''આ હુ જે પગલુ ભરૂ છુ તેના માટે અન્ય કોઇ '' વ્યકિત, પ્રાણી કે સ્થાન જવાબદાર નથી. આના માટે હું પોતે જ જવાબદાર છું''.

મૃતક યુવકના પિતા માવજીભાઇ સોલંકી કડિયાકામ કરે છે. વિજય કોળીના આપઘાત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:15 pm IST)