સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

ટંકારા પાસે કન્ટેનર પલ્ટીખાઇ સળગ્યુ..

ટંકારાના છતર પાસે રાત્રીના સમયે જી.જી.૧૨ વાય ૯૯૬૦ નમ્બરનુ કન્ટેરમાં ડ્રાયવર સંજય રાજકોટ થી સ્ટવ ભરીને મુન્દ્રા જતો હતો તયારે કોઇ કારણોસર તેનું કન્ટેર પલટી મારી જતા તે તો બચી ગયો પણ અચાનક કન્ટેર સળગવા લાગ્યું હતું હાઇવે પર કન્ટેર સળગવાના લીધે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને હાઇવે પર જામ થવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અને આગ ને લીધે તેના ટાયર પણ ફાટવા લાગ્યા હતા. જો સમયર ફાયર ફાઇટર નહિ આવે તો ડીઝલ ટેન્ક પણ ફાટે તેવી સંભાવના હતી. તસ્વીરમાં સળગેલ કન્ટેનર નજરે પડે છે. (તસ્વીરઃ અહેવાલ હર્ષદરાય કંસારા ટંકારા)

(12:41 pm IST)