સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

ગોંડલ માંડવી ચોકમાં હેમલતાબેન જોશીનું ૧૭૦૦નું પાકીટ ચોરાયુ

ગોંડલ તા. ૯ : શહેરના માંડવી ચોકમાં ખરીદી કરવા ગયેલી મહિલાનું રૂ. ૧૭૦૦ની રોકડ સાથેનું પાકીટ ગઠીયો ચોરી જતા ફરિયાદ થઇ છે. મળતી વિગત મુજબ ગોંડલના મારૂતિનગરમાં રહેતાં અને છુટક મજુરી કામ કરી ગુજરાન ચલાવતા હેમલતાબેન સુરેશભાઈ જોશી ગઇકાલે સાંજના માંડવી ચોક મા ખરીદી માટે પહોંચ્યા હતા, ત્યારે તેલની દુકાન પાસે કોઈ અજાણ્યા ગઠીયાએ રૂ. ૧૭૦૦ ભરેલું પાકીટ ચોરી કરી લઇ જતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી. જે અંગેની તપાસ સીટી પોલીસના જમાદાર પુનિતભાઈ અગ્રાવત એ હાથ ધરી છે.

(11:56 am IST)