સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

ગોંડલના આંબરડીમાં ઝેરી દવા પી નીતા સોલંકીનો આપઘાત

ગોંડલ તા. ૯ : ગોંડલ તાલુકાના આંબરડી ગામે દલિત યુવતીએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાના આંબરડી ગામે રહેતા બાબુભાઈ સોલંકી ની પુત્રી નીતાબેન ઉંમર વર્ષ ૧૮ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે પોલીસ હોસ્પિટલમાં ખસેડાયા હતા બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જયાં તેમનું મોત નિપજતા તાલુકા પોલીસના જમાદાર કે.કે.ગઢવીએ તપાસ હાથ ધરી છે.

દાઝી જતા ભાવનાબેન દાફડાનું મોત

ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે રહેતા અને સેન્ટ્રીંગ કામ કરતા રાજેશભાઈ દાફડાના પત્ની ભાવનાબેન રસોઈ કરતી વેળાએ ચૂલા કેરોસીનનાં જતા દાઝી જતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં તેમનું મોત નિપજતા તાલુકા પોલીસના જમાદાર બીબી સોચા એ તપાસ હાથ ધરી છે ભાવનાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

(11:55 am IST)