સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

જુનાગઢ પાસે રાત્રે ઉકા મોરીની હત્યા

ધોરાજી ચોકડી પાસે કાર સાથે કારની ટક્કરથી મામલો બિચકયોઃ ૪ શખ્સો ફરાર

જુનાગઢ તા.૯: જુનાગઢ પાસે રાત્રે કાર સાથે કારની ટક્કરથી ૪ શખ્સો ઉકાભાઇ મોરી નામના યુવાનની હત્યા કરીને ફરાર થઇ જતા સનસનાટી મચી જવા પામી છે.

આ અંગેની વિગતો એવી છે કે.જુનાગઢના પંચેશ્વરમાં વિસ્તારમાં રહેતો વિરાભાઇ ધાનાભાઇ મુછળ (ઉ.વ.૨૯) અને ઉકાભાઇ હમીરભાઇ મોરી (ઉ.વ.૨૧) ગત રાત્રે ૧૦-૩૦ના અરસામાં હોન્ડા સીડી કારમાં જઇ રહ્યા હતા.

ત્યારે જુનાગઢ પાસે ધોરાજી ચોકડી ખાતે હોન્ડા સીટી કાર આગળની સફેદ રંગની કાર સાથે અથડાઇ ગઇ હતી.

જેથી અજાણી સફેદ કારમાંથી  ૪ અજાણ્યા ૨૫ થી ૩૦ વર્ષની વયના અજાણ્યા શખ્સોએ ઉતરીને વિરા મુછળ અને ઉકા મોરી સાથે બોલાચાલી કરી હતી.

જેમાં એક શખ્સે ઉકાભાઇ ઉપર છરી વડે હુમલો કરી તેની હત્યા નીપજાવી હતી. આ હુમલામાં વિરાભાઇને પણ ઇજા પહોંચી હતી.

હત્યા બાદ ચારેય શખ્સો તેમની કારમાં નાસી ગયા હતા. આ અંગેની જાણ થતા તાલુકા પી.એસ.આઇ, બી.બી.લકકડ સ્ટાફ સાથ દોડી ગયા હતા અને હત્યારાઓને ઝડપી લેવા નાકાબંધી કરી હતી.

પોલીસે વિરા મુછળની ફરિયાદ લઇ હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.

(11:50 am IST)