સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

ઠંડીનું જોર વધ્યુઃ ગીરનાર પર્વત ખાતે ૪.૮ ડીગ્રી

જૂનાગઢ તા. ૯ :.. સોરઠમાં ફરી ઠંડીનું  જોર વધતા ગીરનાર પર્વત ખાતે તાપમાન ઘટીને ૪.૮ ડીગ્રીએ પહોંચી ગયો છે. છેલ્લા બે દિવસથી સવારનું તાપમાન સતત ઘટી રહ્યુ છે. સવારે જૂનાગઢનું તાપમાન ૯.૮ ડીગ્રી નોંધાયું હતું ગિરનાર ખાતે ઠંડી વધીને ૪.૮ ડીગ્રી થઇ જતા ગિરનાર જંગલ આજે ભવનાથ વિસ્તારમાં કાશ્મીરી વાતાવરણ થઇ ગયુ હતું.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ર.૩ કિ.મી.ની રહી હતી.

(11:48 am IST)