સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

માંડવીના કોડાય ગામે જમીનના બોગસ દસ્તાવેજના કેસમાં જમીન વિકાસ બેન્કના મેનેજર સહીત ૩ની ધરપકડ

ભુજ તા.૯: માંડવીના કોડાય ગામે સર્વે નં.૨૫૯/૨, ૨૮૭/૧ની ૮ એર જમીન પરિવારને વિશ્વાસમાં લીધા વગર જ બારોબાર વેંચી નાખવાના મુદ્દે થયેલ કોર્ટ ફરિયાદ બાદ કોર્ટના આદેશથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરાયા છે.

નવિન મેઘજી રાજગોર દ્વારા માંડવી કોર્ટમાં તેમના ભાઇ ચુનીલાલ મેઘજી રાજગોર વિરૂધ્ધ બોગસ સહીઓ કરીને જમીનનો દસ્તાવેજ અન્ય વ્યકિતને કરી દેવાયો હોવાની કોર્ટ ફરિયાદ કરાઇ હતી.

જે અંતર્ગત કેસ ચાલતા માંડવીકોર્ટે બોગસ સહી કરનાર ચુનીલાલ મેઘજી રાજગોર ઉપરાંત બોગસ વારસાઇ અને પંચનામાં માં સહી કરનાર જમીન વિકાસ બેન્ક માંડવીના મેનેજર મુળજી રામજી નાકર અને અન્ય સાક્ષી મુળજી રામજી રાજગોર એમ ત્રણની પોલીસે ધરપકડ કરી પાલારા જેલ હવાલે કર્યા છે. ૨૦૧૪માં આ ફરિયાદ કરાઇ હતી.

(11:47 am IST)