સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

મોરબીની ન્યુ આદર્શ કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લી.ની તરફેણમાં લવાદ કોર્ટ રાજકોટ દ્વારા મહત્વનો ચુકાદો

સભાસદને પ્લોટમાં અઘાટ માલિકી નથીઃ માત્ર કબ્જા ભોગવટાનો જ અધિકાર છેઃ તબદીલી ઉપર સોસાયટીનાં નિયંત્રણ રહે છેઃ લવાદ કોર્ટે મંજૂરી વગર પ્લોટ તબદીલી કાયદાની કલમ ૩૦, કાનુન, પે. નિ. અને ફાળવણીની શરતો વિરૂધ્ધ ઠરાવીઃ સહકારી એડવોકેટ જે.ટી. ફળદુ-ડી.ટી. ફળદુની ધારાદાર દલીલો કોર્ટે માન્ય રાખી

રાજકોટ તા. ૯ :.. મોરબીની ન્યુ આદર્શ કો. ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લી.ની તરફેણમાં લવાદ કોર્ટ રાજકોટનો મહત્વનો ચૂકાદો આવ્યો છે.

આ કેસની હકિકત એવી છે કે, સોસાયટીની પૂર્વ મંજૂરી વગર વેચાણ કરેલ પ્લોટનો વેચાણ દસ્તાવેજ રદ કરી તેના ઉપર થયેલ બાંધકામ દુર કરવા અને પ્લોટનો કબ્જો સોસાયટી હસ્તક લેવા તેવો લવાદ કોર્ટ રાજકોટનો હુકમ આપવામાં આવ્યો છે.

સોસાયટીની પૂર્વ મંજૂરી વગર થયેલ પ્લોટ તબદીલી સહકારી કાયદાની કલમ ૩૦, કાનુન પેટા નિયમ અને ફાળવણીની શરતો વિરૂધ્ધ ઠરાવી છે લવાદ કોર્ટ. સભાસદને પ્લોટમાં અઘાટ માલીકી નથી. સભાસદને માત્ર કબજા ભોગવટાનો જ અધિકાર તેની તબદીલી ઉપર સોસાયટીના નિયંત્રણો રહે છે. કાયદાકીટ પરિસ્થિતિ સ્પષ્ટ કરતો મહત્વનો ચુકાદો આપવામાં આવેલ છે.

આ કેસની હકિકત એવી છે કે મોરબીની ન્યુ આદર્શ કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લી. મોરબીના સભાસદ  દેવકરણ મોતીભાઇ પટેલને સોસાયટીએ તેમના રહેણાંકના મકાન બનાવવાં પ્લોટ નં. ૧પ -અ ફાળવેલ. આ સભાસદને રહેણાંકનું  મકાન બાંધવાને બદલે આ પ્લોટ સોસાયટીની પૂર્વ મંજૂરી વગર બારોબાર લાલુભાઇ કરશનભાઇ પટેલને વેચાણ આપી દીધેલ. આ ખરીદનાર સોસાયટીની જાણ વગર મોરબી નગરપાલીકામાં પ્લાન મંજૂર કરાવી બાંધકામ શરૂ કરેલ.

આ વેચાણ વ્યવહાર રદ કરાવવા બાંધકામ દુર કરવા સહિની દાદ માંગતો દાવો સોસાયટી તરફથી રાજકોટના સહકારી ક્ષેત્રના સીનીયર એડવોકેટ જે. ટી. ફડદુ અને ડી. ટી. ફડદુ એડવોકેટ મારફત કોર્ટમાં રજૂ કરવામાં આવેલ. પુરાવા લેવાયા બાદ આ કેસ લવાદ કોર્ટ રાજકોટના જજશ્રી કે. પી. મકવાણા સમક્ષ દલીલ માટે નિકળેલ. સોસાયટીના એડવોકેટ શ્રી મારફત એવી ભારપૂર્વક દલીલો કરવામાં આવેલ કે સોસાયટી સભાસદને તેમના તથા કુટુંબના વસવાટ માટે બાંધકામ કરવા પ્લોટ ફાળવે છે સોસાયટીના તેવા ઉદેશ છે અને પેટા નિયમમાં તેવી જોગવાઇ છે. સોસાયટી સભાસદને જે ફાળવણી કરે છે. તેનાથી સભાસદને અઘાટ માલીક નથી બનાવતી પરંતુ કબજા ભોગવટાનો મર્યાદિત હકક આપે છે. સોસાયટીના હકક અને નિયંત્રણ હકિકત અને કાયદાકીય રીચે ચાલુ રહે છે. વધુમાં એવી પણ દલીલ કરવામાં આવેલ કે સહકારી કાયદાની કલમ-૩૦ મુજબ સભાસદ પોતાનો પ્લોટ તબદીલી કરવા માંગતા હોય તો સોસાયટીનીસ પૂર્વ મંજૂરી લેવાની આદેશાત્માક જોગવાઇ છે જે  કાનુની જોગવાઇ પેટા નિયમ અને ફાળવણીની શરતોના ઉલ્લંઘનમાં વેચાણ થયેલ હોય આ  વેચાણ વ્યવહાર સોસાયટીને બંધનકર્તા નથી. રદબાતલ છે. જેના સમર્થનમાં સુરતની અર્બન કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના કિસ્સામાં મે. ગુજરાત હાઇકોર્ટે આપેલ ચુકાદો ટાંકેલ. વધુમાં એમ પણ દલીલ કરેલ કે હાઉસીંગ સોસાયટીની સંમતિ વગર નગરપાલીક પ્લાન મંજૂર કરી શકે નહિ જેથી મંજૂરી ગેરકયદેસર છે. બાંધકામ અનધિકૃત છે. વાદી સોસાયટીના વકીલશ્રીની આ દલીલો ગ્રાહય રાખી વેચાણ વ્યવહાર ગેરકાયદર ઠરાવી, પ્રતિવાદીઓએ બાંધકામ દુર કરવું જે તેઓ બાંધકામ દુર ન કરે તો  સોસાયટીએ બાંધકામ દુર કરી પ્લોટનો કબ્જો લેવો તેવો હુકમ કાયમી મનાઇ હુકમ સાથે કરેલ છે. આ ચુકાદાથી હાઉસીંગ સોસાયટીની વ્યવસ્થામાં શિસ્તનું પાલન થશે.

(11:47 am IST)