સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

પોરબંદર જિલ્લામાં સાક્ષાત શિવદર્શનની અનુભુતી કરાવતા શિવાલયો

કેદારેશ્વર જાંબુવન ગુફાનું શિવમંદિર, બીલેશ્વર સહિત ઐતિહાસીક મંદિરોઃ શિવરાત્રીએ મહાપુજાનું અનેરૂ મહત્વ

પોરબંદર, તા., ૮: શિવાલયો આજ પણ શિવભકતો અને અન્ય ભકતો માટે શ્રધ્ધા આસ્થાનું કેન્દ્ર મધ્યમાં રહયા છે. પવિત્ર શ્રાવણ માસ તથા મહાશિવરાત્રીના દિવસે શ્રધ્ધા સાથે ભકતજનોની દર્શન માટે ભીડ લાગે છે. સ્વયંભુ શિવભકતોને આકર્ષે છે.

પોરબંદર ભકત સુદામાની રાષ્ટ્રપિતાની જન્મભુમી સાથે શ્રીકૃષ્ણ યુગની સ્મૃતિ સાથે રાણાવાવ તાલુકામાં આવેલ રાણા સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેકટરી પાછળ પ્રાચીન પ્રૌરાણીક ગણાતા રામાયણ સાથે સંકળાયેલ યોધ્ધા જાંબુવન આશ્રય કર્મભુમી સાથે જાણીતુ સુપ્રસિધ્ધ જાંબુવન ગુફાથી જાણીતું છે. આ ગુફામાં શિવાલય પણ થાળાબંધ આવેલ છે. તપસ્વી સાધુ ઉપરના ભાગે ચેતનવંતા ધુણા સાથે ઉતર ઉતર રહે છે. ગુફામાં બિરાજમાન શિવ મહાદેવલિંગની પુજા કરે છે.

આજ પ્રમાણે રાણાવાવ તાલુકામાં સ્વયંભુ કુદરતી રસમય શિવાલય બરડાડુંગરની ગોદમાં ભલગંગા નદીના કિનારે સન્મુખ અને બરડા ડુંગરની ખાડતોરણ નદીનો એક ગણાતા ફોદારા જળાશયના કિનારા પાછળ વચમાં મતલબ કે બિલગંગા નદી અને ફોદારા જળાશયના કિનારાની વચમાં બિલનાથ મહાદેવ-શિવાલય પ્રાચીન પૌરાણીક અનેક શ્રધ્ધા અને ચમત્કારોની માન્યતા સાથે સ્વયંભુ શિવલીંગ ડુંગરની શિલ  પર જ સાકાર થયેલ પરંતુ ઇતિહાસ મુજબ ધર્માંધ ઔરંગઝેબના સમયમાં બિલેશ્વર શિવાલય તોડવા તેમનું લશ્કર આવતા શિવલીંગ તોડવા ઘણ મારતા તેના બે ભાગ થતા ભમ્મર નીકળેલ તેમજ નદીના મુખમાંથી ભમ્મર ભમ્મર ઘુરતા લશ્કરને ભાગવુ પડેલ. બિલનાથ મહાદેવની અનુમતી વિના મંદિરમાં બિરાજમાન નંદીએ મહાદેવની આજ્ઞા ન લેતા મહાદેવજી કોપાયમાન થતા નંદીજીને મંદિરમાંથી કાઢી મુકયા. પોતાની સન્મુખ આવેલ છે. નંદીની પ્રતિમા પથ્થરની છે. પરંતુ આજ પણ તે શ્રધ્ધાળુને ચમત્કાર આપે છે.

બીજી ઘટના યોગેશ્વર કૃષ્ણે બરડા ડુંગરમાં આ સ્થળે જયારે પાંડવો વનવાસ ભોગવતા દ્વારકા તરફ જઇ રહ્ય હતા ત્યરે અહીં લાંબા સમય રોકણ કરેલ સથે શ્રી કૃષ્ણ સંગાથમાં રહેલ. તેઓ શ્રી અહીં શિવજી આરાધના ૧૦૦૮ ના કમળા પૂજાની કરેલ વ્રત સાથે પૂર્ણાહૂતિના દિને એક હજાર માઠ કમળ પુષ્પ ચડાવતા એક કમળ ફુલ ઘરનાં શ્રી કૃષ્ણ પોતાનું જમણી આંખનું નેત્ર ચડાવી ૧૦૦૮ કમળા પૂજા પુર્ણ કરી મહાદેવજી પ્રસન્ન થતાં અહીં તેમને મહાભારતના યુધ્ધમાં આયુધ્ધ તરીકે સમય આંતરે અસુરી અનિષ્ટ તત્વોને નાશ કરવા માટે સુદર્શન ચક્રની ભેટ આપેલ. અહીં લાંબા સમય રહી તપર્શ્યા કરેલ.

સાથો સાથે પાંડવો વિશ્રામ સમય દરમ્યાન માતા કુતિને ગંગાજળ પાણી લેત તે પાણી મળવું મુશ્ેલ જેથી પુત્ર અર્જુને શ્રી કૃષ્ણના માર્ગદર્શનથી જમીનમાં ડુંગરમાં ધનુષ્યના માધ્યમથી તીર (બાણ) જમીનમાં ધુસાડતાં ગંગાજી પ્રગટતાં ગંગાજી પ્રગટ થતાં અને બિલનું વૃક્ષ હોય જેથી બિલ ગંગા નદી પ્રવાહ સ્વરૂપે વહેતી થયેલ. આ અંગે શાસ્ત્રોકન આધાર માહિતી શિવપુરાણમાં દર્શાવેલ હોવાનું જાણકારો કહે છે. અત્રે એક હકિકત ઉલ્લેખનીય છે કે બિલ ગંગા નદી શ્રાપીન ગણાય છે તેને સત્તી ઉજળી કે અન્ય સાધક-ઋષિનો શ્રાપ છે ચોમાસના દિવસો દરમ્યાન નદીમાં પાણી છૂટક-છૂટક રહે છે. શિયાળાના પ્રારંભે બિલ ગંગામાં પાણી રહેતું નથી. તેનું અંતર પણ ઘણું ટૂંકુ છે. અરબી સમુદ્રમાં મિલન પાણીનું થતું નથી. પરંતુ પોરબંદર જીલ્લાના તેમજ જામનગર જીલ્લા-મુળ રાણાસીખોર ત્યારબાદ જામ સમપુરના એક છેડે તથા સામે છેડો પોરબંદર જીલ્લાના રાણાવાવ-કુતીયાણા તાલુકા વચ્ચે રાણાવાવ તાલુકાના દેધડા ગામે ત્રણ નદીના સંગમમાં તે મળી જાય છે. જેથી તેમને લોકમાતા બિલ ગંગાને કુંવારી પણ કહેવામાં આવે છે.

રાણાવાવ તાલુકામાં ત્રીજું શિવ મંદિર રાણાવાવ અને અમરદડને લગત નાગકા યોગની ઓળખાતા પ્લોટ વિસ્તાર વાંકળા સમીય અમરદડ ગામના સર્વે નંબરમાં પ્રાચીન પૌરાણીક જેડેશ્વર મહાદેવના બે શિવાલયો નવું અને જુનું શિવાલય અલગ-અલગ શિખર બંધ આવેલ છે. નિભાવ માટે દિવેલીયા વાડી છે. આ મંદિરોની બાંધણી આશરે એકસો વરસ આસપાસની હોવી જોઇએ. ખુલ્લા પટાંગણ સાથે મંદિરના બાજુ ખુલ્લી જગ્યામાં ત્રીજું શિવાલય તથ કુંક ફુવારાથી સુશોભીત છે. કમળફુલ થાય છે. શાંત અને રમણ્ય છે. રાણાવાવ સ્ટેશનથી ઉતરી પશ્ચિમાં ભીમુખ ચાલતા ડાબા હાથે જડેશ્વર શિવાલય દ્રષ્ટી ગોચર થાય. શ્રાવણીય અમસનો અમરદડ  ગ્રામ પંચાયત આયોજીત લોકમેળો યોજાય છે.

ધ્વજા આરોહણ વિગેરે પ્રસંગો પાત ઉજવણી કરાય છે. બરડા ડુંગર બરોબર સમિત જ આવેલ છે.

બરડા ડુંગરમાં પોરબંદર જીલ્લાના રાાણાવાવ તાલુકા અને પ્રાચીન હાલાર (જામનગર) જીલ્લા અને નવસર્જીત દેવભૂમિ બારડાના ભાણવડ તાલુકાના ભાણવડનગરની હદમાં બરડા ડુંગરની બેક ટેકરી શાખ કિલેશ્વરનો ડુંગર આવેલ છે. અને ટેકરીની ટોચ કિલેશ્વર મહાદેવનું શિવાલય આવેલ છે. પગથીયા ચડવ ઉતરવા મટે તેમજ યાંત્રીક વાહન ટુ વ્હીલર ફોર - વ્હીલર યાત્રાળુ બસ ઉપર સુધી જઇ શકે રસ્તો છે. પવિત્ર શ્રાવણ માસમાં શિવભકતો દર્શનાર્થે પોતાના વાહન દ્વારા અથવા બસ દ્વારા તેમજ રેલ્વે રસ્તે ભાણવડ-તથા તરસાઇ કે સખપુર આવી પદયાત્રથી કિલેરવર ટેકરીએ પહોંચાય છે. રસ્તા છૂટક વાહન મળે છે.

શીતલા ચોક જૂના દરબારગઢ પાસે જૂની એ.સી.સી. રોડ નવાપાડા વિસ્તારમં આવેલ જાહેર માર્ગ પર ૮૪ બ્રાહ્મણોનું શિવાલય ભીડભંજન મહાદેવ જે જાનકી મઠ યાને શીંગડા મઠ (મંદિર) ની બાજુમાં આવેલ છે. પૌરાણીક પ્રાચીન બાંધણી ધરાવે છે. ગાયત્રી મંદિર આવેલ છે. જે પ્રૌરાણીક મંદિર છે.

ગાયત્રી મંદિરને અડીને એક જ દિવાલ દંતકથા પ્રમાણે લંકેશ્વર મહાદેવ શિવાલય આવેલ છે. અહીં લંકાપતિ મા હર્ષદને ખંજો કાપડમાં બેસાડી લઇ જતાં  પોતે શિવભકત હોય અહીં મુકામ કરી શિવપૂજન-શિવલિંગ સ્થાપન કરેલ જે લંકેશ્વર મહાદેવથી શિવાલય પ્રસિધ્ધ છે. જયારે ઝૂંડાળા અસ્માવતી નદી (ખાડા) કિનારે મા હર્ષદ રાવણે પોરોખાતા કાપડ ધરતીમાના ને અડી જતાં અહીં જ મા હર્ષદ રોકાય જતાં પોશે ખાતા તે સ્થળ પૌરાવ તરીકે જાણીનું બનેલ. અને ભવ્ય હર્ષદ માતાજીની મૂર્તિ - શિખર બંધ મંદિરમાં બિરાજમન છે. મંદિરમાં ચેતન વંતો ઘુણો છે. હૈયાત છે. આજ વિસ્તાર અતિત સાધુઓનું ભૂમિદહ દેવા માટે સ્મશાન આવેલ છે.

લંકેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં એક જ બીજું શિવાલય અડોઅડ એક જ દિવાલ એક જ મંદિર ગર્ભમાં આવેલ દુધેશ્વર મહાદેવ પ્રાચીન શિવાલય છે. નિજ મંદિર શિવલીંગ સફેદ આરસ સંપૂર્ણ શિવલીંગ બાણ (થાળા) સાથે તેમજ શિવ પરિવાર પંચાયતના આવેલ છે. દુધેશ્વર મહાદેવ શિવલીંગ પ્રચલીત દંતકથા પ્રમાણે અહીં રીંગો હતો. સાંજનાા ગૌ-ધન ચરી આવતા એક ગાય હાલના શિવલીંગ સ્થળે આવી ઉભી રહી જતી સ્વયંભુ આંચળમાંથી દૂધની ધાર વહેતી ગાય માલીકને શંક પડેલ કે ગોવાળ ગાય દોહી દૂધ કાઢી લ્યે છે. જેથી ખાત્રી કરવા પોતે ગૌ-ધન સમયે છૂપી રીતે હાજર રહેલ ત્યારે આદ્રશ્ય જોયું. મહાદેવે અંતરીક્ષમાં રહી સ્વપ્ન દ્વારા જમીનમાંથી બહાર કાઢવા જણવેલ નિશાની આપેલ તેમજ આપેલ મુર્હુત સમયે અખંડ સફેદ પુર્ણ કદ બાણ થાળા સાથે શિવલીંગ મળી આવી બહાર લાવી અહીં જ સ્થાપન કરેલ દુધેશ્વર મહાદેવથી પ્રચલીત થયેલ છે.

આ હકિકત પુજારી પરિવારથી દંતકથા સ્વરૂપે જાણવા મળી પરંતુ પોરબંદર શિવાલયોમાં દુધેશ્વર ચમત્કારીક આસ્થાનું કેન્દ્ર છે.શહેર મધ્યે આવેલ કેદારેશ્વર મહાદેવ મંદિર સાથીયા ઘાટનું ચારે દિશાથી બંધાયેલ છે. આશરે ત્રણસો વરસની બાંધણી છે લેખ મંદિરમાં દર્શન કરતા જમણી બાજુ દિવાલમાં બોડીયા ભાષામાં દિવાલમાં લગાડેલ છે. શિવ-કેદારનાથની બરોબર સન્મુખ કેદારેશ્વર કુંડ કલાત્મક આવેલ છે. હાલની તકે બ્રહ્મ મુહુર્તમાં શ્રીદામા યાને સુદામાજી સ્નાન માટે આવે છે. ચાખડીનો ધ્વનિ તેમજ પોતે સ્નાન કરતા હોય અને કપડા ધોતા હોય તેવો ભાષ થાય છે. જો કુંડના પગથીયા ઘણીવાર પાણીથી ભીંજાયેલ હોવાનો અનુભવ અહી રહેતા રાત્રીકાળા પુજારી પરિવારો કે અન્ય થાય છે. શ્રી દામા-સુમાદાજી માટે વિવિધ દંતકથા પ્રચલિત છે કે શ્રીદામા-સુદામાજી અનન્ય કેદારેશ્વર મહાદેવ ભકત હતા અને તેઓ શ્રી હિમાલય-કેદારનાથની અવાર-નવાર યાત્રા કરતા પરંતુ શરીર વૃધ્ધ થતા હલન-ચલનમાં તકલીફ પડતા થક લાગતા રવાડીમાં શ્રીદામા-સુદામાજીને સંકેત આપેલ કે પોતે પોરબંદર વાસ કરી નિયમિત દર્શન આપશે તે વચન સિધ્ધ કર્યુ. હાલ સુદામાજી મંદિર-કેદારેશ્વર મહાદેવ મંદિર જે તે સમયે સન્મુખ અરસ-પરસ દર્શન કરી શકે. સુદામા મંદિરમાં શ્રીદામોદર (શ્રીકૃષ્ણ)-રૂક્ષ્મણી બિરાજમાન દર્શન કરી શકે તે રીતે બંધાયેલ.

બીજી શ્રી કેદારેશ્વર મહાદેવની દંતકથા એ છે કે શ્રીકૃષ્ણ મથુર છોડી દ્વારકા પધારતા હતા ત્યારે પોરબંદરથી આશરે ૩૦ થી ૩પ કિ.મી.ના અંતરે ઉત્તરે વર્તુળ નદીના કાંઠે વસેલ હાલનું પ્રચલિત શિંગડા ગામ જે મુળ વિશ્રામ દ્વારકાથી પ્રસિધ્ધ થયેલ. અહી શ્રીકૃષ્ણે વિસામો લીધેલ. ત્યારે શિવ મંદિર હૈયાત હતુ. તે મંદિર પુરમાં જમીન દોસ્ત થયેલ શિવલીંગ પુરના પાણીમાં તણાય આવેલયવન મલેચ્છથી બચાવવા આ વિસ્તારમાં વસતા માલધારી રબારી વર્તુળ નદીમાં શિવલીંગ બહાર લાગી ખંભે શિવલીંગ પધરાવી પોરબંદર આવેલ હાલ કેદારેશ્વર મંદિર હૈયાત છે ત્યાં બાવળની ઝાડીઓથી ભરપુર જંગલ હતુ અને શિવલીંગ બાવળની ઝાડીમાં સુરક્ષિત જગ્યાએ પધરાવેલ. સમયાંતરે શિવલીંગ જાળીમાંથી બહહાર કાઢી શિવજીની સ્થાપન શાસ્ત્રોકત વિધિ પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા કરાવી શિવાલય બંધાવેલ. શિંગડા યાને વિશ્રામ દ્વારકાથી લાવનાર માલધારી રબારીના વંશો પોર રબારી માલધારી તરીકે ઓળખાય છે. તેમની ખાંભી કેદારેશ્વરમાં છે. બિરાજમાન છે તેમ પુજારી હરસુખભાઇ પોરીયા દ્વારા તેમજ પીડબલ્યુડી નિવૃત કર્મચારી બાલાભાઇ મોરી દ્વારા માહિતી પ્રાપ્ત થયેલ છે. પોર રબારીના વંશ હાલ રાણા કંડોરણામાં વસવાટ કરતો હોવાનું બાબુભાઇ મોરીએ જણાવેલ છે. આજના શિંગડા યાને વિશ્રામ દ્વારકામાં પ્રાચિન ભવ્ય બાંકે બિહારનું મંદિર હૈયાત છે. આ મંદિરની લાયબ્રેરીમાં પ્રાચીન પૌરાણીક ગ્રંથો અલભ્ય હૈયાત છે તે બ્રાહ્મણ પરિવારના પુત્રોને શાસ્ત્રોકત ચાર વેદ-ઉપનિષદ સહિત વિદ્યાભ્યાસ સાથે જયોતિષ વિદ્યાનું જ્ઞાન મેળવે છ અપાય છે.

સત્યનારાયણ મંદિર રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮-(બ) પર ભોજેશ્વર મહાદેવ શિવાલય પ્રાચીન બાંધકામનું હૈયાત છે. મંદિર શિખરબંધ ખુલ્લુ પટાંગણ સાથે પુજારીને રહેવા કવાટર તથા થોડા ઘણા અંશે ખેત જમીન પણ આવેલ છે. મંદિરના ખુલ્લા મેદાનમાં યજ્ઞ થઇ શકે તે માટે ચોરસ ઓટાનું બાંધકામ છે. શરદ નવરાત્રીમાં બાળાઓના રાસ-ગરબા-ગરબી ઉત્સવ નવ દિવસ ઉજવાય છે જે પોરબંદરના સ્વ.રાણા ભોજરાજજીના નામ પરથી સાકાર છે. રાણા ભોજરાજ નિયમિત શિવ મંદિરે દર્શન કરવા અશ્વપર પધારતા અને અશ્વ પરથી ચડવા ઉતરવા જે પથ્થરની શિલાનો ઉપયોગ ઉપયોગ કરતા હતા.

પોરબંદરના રાજવીનો મુળ ધર્મ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનો છે. રાજમાના બામા સાહેબ વૈષ્નવ ધર્મ પાળતા તેઓશ્રી બંધાવેલ જુના દરબાર ગઢ શિતલા ચોક બામા સાહેબ યાને નવી હવેલીથી પ્રખ્યાત છે. પુષ્ટી માર્ગીય વૈષ્ણવ પરંપરાગત સેવા થાય છે. પોરબંદરના રાજવીને એક સમયે મોડા પડતા હવેલીમાં બિરાજમાન ઠાકોરજીના દર્શન નહી થતા મુખ્યાજીએ સમય વિતત ટેરો આવી જતા પુનઃ દર્શન માટે ખોલવાની ના પાડતા જે તે સમયના દિવાને રાજવીને સલાહ આપતા શિવ મંદિર ચોવીસ કલાક ખુલ્લા રહે છે જે શિવ શૈવ ધર્મ અપનાવવા સલાહ આપતા સ્વ.રાજવીએ મુળ ધર્મ વૈષ્ણવ છોડી શિવ શૈવ ધર્મ અંગીકાર કરેલ. રાજવી દ્વારા વહીવટમાં બાર શિવાલયો આવેલ છે. જેનો વહીવટ વર્તમાન સરકારમાં મામલતદારશ્રી હસ્તક છે. રાજવી હસ્તકના છે. તેની બાં નેશનલ હાઇવે-૮(બી) શહેરમાંથી પસાર થાય છે ખાસ જેલ કેમ્પસમાં હાઇવે રચ.જડેશ્વર પ્રગટ શિવાલય છે. જે વર્તમાન આશરે પ૦ વર્ષ જુનુ છે. જેલ કમ્પાઉન્ડ-ખેતરની જમીન ખોદતા હુબહુ પુર્ણ નાનુ શિવલીંગ-બાણા નદી સામે જમીનમાંથી મળી આવેલ. તે સ્થળે શિવલીંગ બનાવી જડેશ્વર મહાદેવ મંદિર સાકાર કરેલ છે.

સ્ટેટ લાયબ્રેરી સામે ઇન્દ્રેશ્વર સ્મશાન સામે સ્વયંભુ પ્રગટ સમુદ્ર કિનારાથી પાંચ મીટર ભેખડ ઉપર અરબી સમુદ્રમાંથી બની બહાર આવેલ ઇન્દ્રેશ્વર મહાદે જે નિર્જન સ્થળ ગણાતુ તે સ્વ.દયારામ મહારાજ કે જેઓ ઓઝા ફળીયામાં રહેતા અને રૂપા-ઝવેરી બજાર-હોરી ચકલામાં વોરા મસ્જીદ બિલ્ડીંગમાં ચાની હોટલવાળા પરિવારનું ભરણપોષણ કરતા તે અજય ઇન્દ્રેશ્વર મહાદેવની આરાદ્ય ઇસ્ટ તરીકે પુજા કરતા તેમનો પરિવાર પણ દયારામ મહારાજના શિવલોક ગમન પછી તેમના પરિવારે સેવાપુજા અખંડ રાખેલ છે.

વાઘેશ્વરી પ્લોટમાં આવેલ શ્રીમાળી સોની વણીકના જ્ઞાતિ કુળદેવી વાઘેશ્વરી માતાજીના મંદિર પાછળ પશ્ચિમે દુધેશ્વર મહાદેવ શિવાલય પ્રાચીન પૌરાણીક આવેલ છે. ચમત્કારી-આસ્થાનું કેન્દ્ર છે. જે સીમતળમાં આવેલ છે. ધોબીઘાટ પણ દુધેશ્વર મહાદેવ સમીપ આવેલ હતો.

(11:46 am IST)