સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

વિરપુર સરકારી હોસ્પિટલના ડો. જોશીને વિદાયમાન

 વીરપુરઃ જલારામ ધામમાં સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સેવાભાવી ડો. જોષીને વિદાય આપી હતી. છેલ્લા ઘણા સમયથી વીરપુરની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. જોષી વિરપુર ગ્રામજનોના ફેમિલી ડોકટર જેવા બની ગયા હતા તેમજ સરકારી હોસ્પિટલમાં આરોગ્યને લગતી તમામ બાબતો ઉપર સતત ધ્યાન આપી પોતાની ફરજ બજાવતા હતા તેથી ગાયત્રી પરિવાર દ્વારા ડો. જોષીને ગાયત્રી મંદિર ખાતે ભવ્ય વિદાય સમારંભ યોજી વિદાય આપવામાં આવી હતી તે પ્રસંગની તસ્વીર.

(11:45 am IST)