સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

૩૫ લાખની રકમનું વળતર મંજુર કરતી કોર્ટ

હરેશકુમાર ભોજાણીનું કાર અકસ્માતમાં મુત્યું થતા કેસ દાખલ કરેલો

 રાજકોટઃ તા.૮, જુનાગઢ રહેતા હરેશકુમાર નટવરલાલ ભોજાણીનું તા.૨૮/૮/૨૦૧૦ના રોજ કાર ન. જી.જે ૦૧ એચજે ૮૭૩૫માં જઇ રહેલ હતા, તે વખતે રાતના સમયે ટ્રક નં. જીજે ૧૧ એકસ ૯૧૮૨ રોડ ઉપર ઉભેલ હતો. તેની સાથે કાર અથડાયેલ જેથી કારમાં બેઠેલ હરેશકુમાર નટવરલાલ ભોજાણીનું અવસાન અકસ્માત સ્થળે થયેલ હતું.

 આમ ગુજરનાર હરેશકુમાર નટવરલાલ ભોજાણીનું અવસાન થતાં તેના કાયદેસરના વારસદારો તેના પિતા નટવરલાલ હરીભાઇ ભોજાણી, માતા કંચનબેન નટવરલાલ ભોજાણી તેમજ પત્નિ નિશાબેન હરેશકુમાર ભોજાણી અને પુત્ર આદિત્ય હરેશકુમાર ભોજાણી એ કારના માલીક અને વીમા કંપની ન્યુ ઇન્ડીયા ઇન્સ્યોરન્સ તથા ટ્રકના માલીક તથા વીમા કંપની રીલાયન્સ ઇન્શ્યોરન્સ સામે વળતર મેળવવા રૂપિયા ૫૦ લાખનો વળતરનો દાવો નામદાર કોર્ટમાં દાખલ કરેલ હતો.

આ દાવો રાજકોટ મેઇન ટ્રીબ્યુનલમાં શ્રી આર કે. દેસાઇ (ડિસ્ટ્રીકટ જજ) સા.સમક્ષ ચાલી જતાં ડીસ્ટ્રીકટ જજ શ્રી આર કે. દેસાઇએ ગુજ.ના વારસદારોનો  વળતરનો દાવો રૂપિયા ૨૨,૨૮,૨૦૦ ખર્ચના (કોસ્ટ) રૂપિયા ૨૮૧૪૦ તથા  દાવો દાખલ થયેલ તારીખથી  ૯ ટકા વ્યાજ સહિત મંજુર કરેલ તેમજ અરજદારોને ચુકવેલ વચગાળાની રાહત તે વળતરમાંથી બાદ કરવાનો હુકમ કરેલ.

 આમ ડિસ્ટ્રીકટ જજ શ્રી આર કે. દેસાઇએ કરેલો હુકમ રૂ. ૨૨,૨૮,૨૦૦ અને તેના ૯ ટકા વ્યાજ અને ખર્ચ (ક્રોસ્ટ) આ વળતરી રકમ આશરે ૩૫,૦૦,૦૦૦ (૩૫ લાખ) જેટલી રકમ અરજદારોને ચુકવવાની થાય છે.

 ઉપરોકત કામમાં અરજદારોના એડવોકેટ નરેન્દ્ર. ડી. બુધ્ધદેવની હકીકતની અને કાયદાકીય રજુઆતો અને સુપ્રીમ કોર્ટના તેમજ અન્ય જજમેન્ટો ધ્યાનમાં લઇને ઉપરોકત કામમાં ડીસ્ટ્રકટ જજ શ્રી આર કે. દેસાઇ એ હુકમ કરેલો.

 ઉપરોકત કામમાં અરજદારો તરફે રાજકોટના એડવોકેટ નરેન્દ્ર. ડી. બુધ્ધદેવ, ગોવિંદભાઇ ટીલાળા તેમજ મદદમાં વિષ્ણુ બુધ્ધદેવ રોકાયેલા હતા.

(11:44 am IST)