સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

ઉપલેટાના ગણોદ-મેરવદરનો ૧૦ કિ.મી.નો પેવર રોડ મંજૂર

ઉપલેટા તા.૯: અહીંથી ૧૦ કી.મી. દુર નેશનલ હાઇવે ઉપર આવેલ ગણોદથી તણસવા, મેરવદરનો ૧૦ કી.મી.નો રોડ તાત્કાલીક અસરથી પેવર રોડ બનાવવાની રજુઆત સરપંચો અને તાલુકાના ભા.જ.પ.ના પ્રમુખ રાજશીભાઇ હુંબલ અને નિતીન પટેલને રજુઆત કરેલ હતી.

આ રજુઆતોને ધ્યાનમાં લઇને આ રોડ ૪ કરોડના ખર્ચે બનાવવામાં આવશે અને આ માટેની ટેન્ડર પ્રક્રિયા શરૂ થયાનું રાજશીભાઇ હુંબલે જણાવ્યું હતું.

(11:44 am IST)