સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

પ્રભાસપાટણમા પાઇપલાઇન નળ કનેકશન,સ્ટ્રીટ લાઇટ, ગંદા પાણીના નિકાલની સમસ્યા

અણઉકેલ પ્રશ્રો મુદે માહિતી મંગાઇ

પ્રભાસપાટણ ,તા.૯ : પ્રભાસપાટણના મોહમદયુનુસ સાહીલભાઇ ગઢીયા દ્વારા પ્રભાસપાટણમાં અનેક પ્રશ્નો અને કામોમાં થયેલા ભ્રષ્ટાચાર અંગેની માહિતી માંગાવવામાં આવેલ છે  જેમાં અજમેરી કોલોની, શાંતિનગર, લખાતવાડી, શાહિન કોલોની, ધુપછાવનગર, મદીના કોલોની તથા ગુલાબનગર કે જે નગરપાલિકામાં સમાવેશ  નવી સોસાયટીઓ છે અને તેમાં થયેલા કામમાં ગેરરીતી અંગે માહિતી માંગવામાં આવેલ છે. જેમાં આ કોલોનીમાં સાર્વજનીક નળકનેકશનો કઇ જગ્યાને આપવામાં આવેલ છે, પ્રભાસપાટણમાં અન્ડર ગ્રાઉન્ડ પીવાના પાણીની પાઇપ લાઇનનું ટેન્ડર પ્રક્રિયાથી થયેલ છે કે અન્ય રીતે અપાયેલ છે તે અને જો  આ કામ એસ્ટીમેન્ટ મુજબ થયેલ હોયતો એસ્ટીમેન્ટની નકલ આપવી, પીવાના પાણીનું ભાડુ કેટલુ નકકી કરવામાં આવેલ છે અને ડીપોઝીટ તેમજ કયા કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવેલ છે.

સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવેલ છે તેનુ કેટલુ બીલ આવે છે અને તેનું ચુકવણુ કયા કોન્ટ્રાકટરને કરવામાં આવે છે તે દર્શાવતુ ખર્ચ પત્રક અંગેની માહિતી માંગેલ છે. આ માહિતી સમયસર આપવામાં નહી આવે તો કોર્ટમાં જવામાં આવશે.

(11:43 am IST)