સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

ઉના મધ્યગીરમાં પાતળેશ્વર મંદિરના દર્શન શનિવારથી ૭ દિવસ માટે ખુલશે

ઉના તા. ૯ :.. ગીર ગઢડા તાલુકાનાં બાબરીયા ગીર ગામથી મધ્ય જંગલમાં પ્રતિબંધિત વિસ્તારમાં સ્વયંભુ પ્રગટેલ  પૌરાણીક પાતળેશ્વર મહાદેવનું મંદિર સૌરાષ્ટ્રનું મીની કેદારનાથ સમુ છે. તે વરસમાં માત્ર બે વખત મહા વદ-૧૩ (મહા શિવરાત્રી) ત્થા શ્રાવણ માસ આખો શિવભકતો માટે દર્શન - પુજા-અર્ચન કરવા ખુલ્લુ મુકાય છે.

મહાશિવરાત્રી નિમિતે તા. ૧૦ મીએ ને શનિવારથી પાતળેશ્વર મહાદેવ જવા માટે વન વિભાગ દ્વારા બાબરીયા ચેક પોસ્ટ થી વિનામુલ્યે સવારે ૮ થી સાંજે પ સુધીની પરમીટ કાઢી અપાશે.

(11:42 am IST)