સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

ગુગલ દ્વારા નોંધ લીધેલ ઉના દેલવાડાના ઝુલતા મીનારાની જગ્યા વિકાસ ઝંખે છે

દિવથી માત્ર અર્ધી કલાકના અંતરે ઐતિહાસિક સ્થળઃ પર્યટકોની સંખ્યા વધી શકે

ઐતિહાસિક ઝુલતા મીનારાની તસ્વીર. (તસ્વીરઃ નિરવ ગઢિયા-ઉના)

ઉના તા.૯ : ઉના નજીક દેલવાડામાં ઝુલતા મીનારાની નોંધ ગુગલ દ્વારા લેવામાં આવી છે પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા આ જગ્યામાં પર્યટકો વધુ મુલાકાત લ્યે અને વિકાસ થાય તે બાબતથી અજાણ રહી છે.

મીનારા પાસે રક્ષિત સ્મારક એવુ બોર્ડ છે પરંતુ આ મીનારાની સાચા અર્થમાં રક્ષણની જરૂર છે.

ઝુલતા મીનારા અંગે રફીકશાએ જણાવેલ કે મીનારાની એક બારીને ધક્કો મારતા ઐતિહાસિક મીનારા ઝુલવા લાગે છે. આ મીનારા સુધી પહોંચવા દિવથી માત્ર ૩૦ મીનીટ થાય છે.

મીનારાની ઉંચાઇ અંદાજે ૮૦ થી ૧૦૦ ફુટ છે. આ મસ્જીદ ઇ.સ. સને ૧ર૯૧માં બંધાયેલ છે. સાતસો વર્ષ જુના મીનારા હોવાનું મનાય છે. ગુજરાતમાં અમદાવાદમાં પણ ઝુલતા મીનારા છે.

(11:40 am IST)