સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

ઇશ્વરિયા શાળાના બાળકોએ પ્રવાસની મોજ માણી

ઇશ્વરિયાઃ ઇશ્વરિયા પ્રાથમિક શાળાના બાળકોનો શૈક્ષણીક પ્રવાસ આચાર્ય શ્રી હસમુખભાઇ પટેલના માર્ગદર્શન સાથે યોજાઇ ગયો. શનિવાર તા.ર૭ થી ગુરૂવાર તા.૧ દરમિયાન શંખલપુર, બહુચરાજી, મહેસાણા દૂધ સાગર ડેરી, ઊંઝા-ઉમિયા માતાજી, અંબાજી, શામળાજી, મહુડી, ગાંધીનગર અક્ષરધામ સહિત વિવિધ સ્થાનોનું દર્શન કર્યું હતું. પ્રવાસમાં શિક્ષકો શ્રી નવલશંગભાઇ ચૌહાણ, શ્રી પ્રકાશભાઇ પંચાલ તથા શ્રી દિપ્તિબેન વાઘેલા જોડાયા હતા.

(11:40 am IST)