સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

ખંભાળિયામાં અંજનશાલાક મહોત્સવની ઉજવણીઃ વરઘોડામાં બહોળી હાજરી

ખંભાળિયા તા.૮: પાસેના આરાધના ધામ હાલાર તિર્થમાં જિનાલયના રજત જયંતિ સમારોહમાં અંજન શલાકા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

જૈન શાસ્ત્ર પ્રમાણે પરમાત્મામાં પ્રાણ પુરક પ્રક્રિયા એટલે અંજન શલાકા તેવા ઉત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગના મુખ્ય દાતા તરીકે માતુશ્રી જેઠીબેન વૃજપાર શાહ પરિવારના શ્રીમતી અનીલાબેન કેશુભાઇ વૃજપાર શાહ, શીલ્પી પુનીલ કેશુભાઇ  શાહ તથા કિશન, જાનકી મૂળ રહેવાસી કનસુમરા હાલ લંડન વાળા ઉપસ્થિત રહ્યા હતા.

અંજન શલાકા વિધાનનો પ્રારંભ બાદ કારાના ચ્યવન કલ્યાણક, પારાના જન્મ વધાઇ, મામેરૂ, લગ્ન, દ્વારાના દીક્ષા કલ્યાણક વરઘોડો તથા  કેવળ જ્ઞાન  સાથે શુભ મુહૂર્તે પ્રતિષ્ઠા યોજાઇ હતી.

વરઘોડામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા તથા સંપૂર્ણ સ્વદ્રવ્યથી દેરાસર બંધાવીને ભવ્યાતિભવ્ય અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વક શુધ્ધ વિધિવિધાન કરાવી આ ભવ્ય પ્રસંગનો લાભ હજારો ભાવિકોએ મુનિઓની નિશ્રામાં લીધો હતો.

(11:39 am IST)