સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

જામનગરના આંગણે વિદેશી પક્ષીઓનો મેળોઃ ગાંઠીયાનો સ્વાદ દાઢે વળગી ગયો...

 જામનગરઃ શિયાળામાં જામનગરના લાખોટા (રણમલ) તળાવનો નજારો કોઇ પક્ષી અભ્યારણથી જરા પણ ઉતરતો નથી હોતો. અનેક પ્રકારના દેશી-વિદેશી પક્ષીઓનો જમાવડો તળાવની રોનકમાં અનેરો વધારો કરે છે, તો શહેરીજનો અને પક્ષી પ્રેમીઓમાં પણ એક અનેરો સંચાર કરે છે. ખાસ કરીને લડાખી ધોમધા (ગલ) શહેરીજનોમાં આકર્ષણ બની રહે છે હજ્જારોની સંખ્યામાં ઉમટી પડતા સફેદ દુધ જેવા પક્ષીઓના સમુહને ગાંઠીયા કે બીજા ખાદ્ય પદાર્થો ન ખવડાવવાની અપિલને બે ધ્યાન કરી લોકો ગાંઠીયા ખવડાવવાનો એક પણ મોકો ચુકતા નથી. વર્ષોથી તળાવની શિયાળુ મુલાકાતે આવતા આ મહેમાન પક્ષીઓને પણ ગાંઠીયાનો સ્વાદ દાઢે વળગી ગયો છે. (તસ્વીરઃ વિશ્વાસ ઠકકર)

(11:39 am IST)