સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

મોરબીઃ પત્નિની હત્યા કરનાર પતિ અને તેની પ્રેમિકાને આજીવન કેદની સજા

મોરબી તા. ૯ : માળિયા મિયાણાના વવાણીયા ગામમાં વર્ષ ૨૦૧૫ માં પત્ની પતિ તેમજ તેની પ્રેમિકા દ્વારા હત્યા કરવામાં આવી હતી જે કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે બન્ને આજીવન કેદ અને રૂપિયા ૧૨ હજારનો દંડ ફટકાર્યો છે

બનાવની મળતી વિગત મુજબ માળિયા તાલુકના વવાણીયા ગામે રેહતા નાથાભાઈ ભલાભાઈ સોમાણી ને તેને અન્ય સ્ત્રી સુનીતા ભૂપત કીડિયા સાથે અનેતીક સબધ હોય જેથી આરોપી નાથાભાઈ પોતની પત્ની ભાવુબેન વારવાર શારરિક માનસિક ત્રાસ આપતો પણ પછી બનેના પ્રેમ માં ભાવુ આડખલી રૂપ બનવા લાગતા નાથાભાઈ અને તેની પ્રેમિકાએ બને એક થવા માટે ભાવુબેનની હત્યાનો પ્લાન બનાવ્યો જેમાં ગત તારીખ ૧૩/૧૨/૨૦૧૫ તેને સળગાવી નાખી હતી જેમાં તે ગભીર રીતે દ્યયલ થતા તેને પ્રાથમિક સારવાર મોરબી આપ્યા બાદ રાજકોટ ખસેડવામાં આવી હતી એટલે ભાવુબેન તેના પતી નાથાભાઈ અને તેની પ્રેમિકા સુનીતા વિરુદ્ઘ તેની હત્યાનો પ્રયાસ ની કલમ ૩૦૭ હેઠળ ગુનો માળિયા પોલીસ મથકે નોધ્યો હતો પણ થોડા દિવસની સારવાર બાદ ભાવુબેનની મોત થતા તે ગુનો હત્યામાં પલટાયો હતો જેમાં પોલીસે બને મૃતકના આરોપી વિરુધ ૩૦૨ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જેમાં ફરીયાદી વતી ઙ્ગસરકારી ધારાશાસ્ત્રી તરીકે સંજયભાઈ દવેની દલીલો ૨૩ શાક્ષી અને ૨૮ જેટલા ડોકયુંમેન્ટ આજે મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટના ન્ય્યાધીશ રીઝાબેન ઘોઘારીએ માન્ય રાખતા બન્ન આરોપીને આજીવન કેદ અને રૂપિયા ૧૨ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

(11:37 am IST)