સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

ભાવનગર જિ.પં.ની ઘેટી બેઠક માટે ૬ અને તા.પં.ની ત્રણ બેઠકોની ચુંટણીમાં ૧૧ ફોર્મ ભરાયા

ભાવનગર તા.૯: ભાવનગરજીલ્લા પંચાયતની એક અને તાલુકા પંચાયતની ત્રણ બેઠકો માટે પેટા ચુંટણીની પ્રક્રિયામાં ભાવનગર જીલ્લા પંચાયતની એક ઘેટી બેઠકની ચુંટણી માટે ભાજપ કોંગ્રેસ સહિતના ૬ જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ઉમરાળા તાલુકાના ઘોળા ગામમાં ચાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તળાજા તાલુકાના પાવઠી બેઠક માટે ચાર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જ્યારે પાલીતાણા તાલુકાના આદપુર બેઠક માટે ભાજપ કોંગ્રેસ સહિતના ત્રણ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. તા.૯મી ના રોજ તમામ ફોર્મની ચકાસણી થશે.  જ્યારે તા.૧૦મી ના રોજ ફોર્મ પરત ખેંચી શકાશે. જ્યારે આગામી તા.૨૧મી ના રોજ મતદાન યોજાશે. અને તા.૨૩મી ના રોજ મતગણતરી હાથ ધરાશે. જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પેટા ચુંટણી જાહેર થતા આ વિસ્તારોમાં રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભરી દીધા છે. હવે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તા.૧૦મી છે. ૧૦મી એ સાંજે ચુંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

(11:37 am IST)