સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

ભાવનગરમાં સાસરીયાના ત્રાસથી પરણિતાએ ગળા ફાંસો ખાધો

ભાવનગર તા.૯: ચિત્રા માધવાનંદ સોસાયટીમાં રહેતા પ્રજાપતી કુંભાર સંજયભાઇ બાબુભાઇના લગ્ન નવ વર્ષ પુર્વે સરીતા સોસાયટી વિસ્તારમાં રહેતા પ્રજાપતી કુંભાર શશીકાંતભાઇ હરગોવિંદભાઇની દિકરી અરૂણાબેન સાથે થયા હતા. નવ વર્ષના લગ્ન જીવન દરમ્યાન અરૂણાબેનને અવાર નવાર નાની નાની વાતોમાં તેના પતિ સંજય, સાસુ સવિતાબેન,સસરા બાબુભાઇ, દિયરો ચંપક, વિપુલ, યોગેશ અને તેની બે દેરાણી કાજલબેન અને રેખાબેન મેણાટોણા મારી માનસીક ત્રાસ આફતા હતા. સંજયભાઇ તેના પત્નિ અરૂણાબેનને તું કામ બરાબર નથી કરતી તેમ કહી ત્રાસ આપી મારકુટ કરતો હતો જ્યારે તમામ સાસરિયાઓ દ્વારા શારિરીક અને માનસિક ત્રાસ આપી અવાર-નવાર દગેજની માંગણી કરતા હતા. સાસરિયાઓના અસહય ત્રાસ અને દહેજની માંગણીથી કંટાળી ગયેલા અરૂણાબેનએ ગળાફાંસો ખાઇ આપઘાત વ્હોરી લીધો હતો. આ બનાવની પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે પતિ, સાસુ,સસરા, દિયર, દેરાણી, સહિતના સામે પોલીસ તપાસ હાથ ધરી છે.

(11:36 am IST)