સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

ઉમરાળા પંથકમાં ૪૦ હજારની લૂંટ

ભાવનગર, તા. ૯ :  ઉમરાળા તાલુકાના રતનપર ગામમાં રહેતા વૃધ્ધા લક્ષ્મણભાઇ રવજીભાઇ નાવડીયા અને તેમના પત્ની ઘરે સુતા હતા તે દરમ્યાન રાત્રીના ૧ થી ૩ ના ગાળામાં ચાર અજાણ્યા શખ્સ ઘરમાં ઘુસી આવ્યા હતા અને છરી બતાવી રૂ. ૧૦ હજાર રોકડ, સોનાના ઘરેણા મળી કુલ રૂ. ૪૦ હજારની મતાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયાં હતાં.

આ બનાવ અંગે લક્ષ્મણભાઇએ ઉમરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા ઉમરાળા પોલીસે ચાર અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:35 am IST)