સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

ગોંડલના વાસાવડની શાળામાં હિંચકાનું ઉદ્દઘાટન

વાસાવડઃ પરાસીમ પ્રા.શાળા વાસાવડમાં શાળાના બાળકો માટે હિંચકાનું ઉદ્દઘાટન સરપંચ કોકિલાબેન બકુલભાઇ જયસ્વાલ માજી સરપંચ નાગજીભાઇ પાંચાણી એસએમસી અધ્યક્ષ રમાબેન વાઘેલા સભ્યઓ તથા ગામ આગેવાનોની હાજરીમાં કરાયું હતું. આ પ્રસંગે પરાશાળા વાસાવડના શિક્ષકો સ્ટાફ તરફથી બાળકોને તિથિભોજન કરાવાયું હતું.

(10:17 am IST)