સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

કાલાવડના વિભાણીયા ગામની શ્રદ્ધા કથીરિયાની ૧પ૦૦ મિટર દોડમાં રાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધી

રાજકોટ તા.૯ : દિલ્હી ખાતે ખેલો ઇન્ડિયા નામે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે આંતર રાજય સ્પર્ધાઓ યોજાઇ રહી છે. જેમાં દેશભરના રમતવીરો ભાગ લઇને પોતાની પ્રતિભા ઝળકાવી રહ્યા છે. ત્યારે જામનગર જીલ્લાના એક નાનકડા ગામમાં જન્મેલી અને પ્રાથમીક અભ્યાસ પ્રાપ્ત કરેલી દીકરીએ રાષ્ટ્રીય કક્ષાએ ૧પ૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છ. દિલ્હી ખાતે ખેલો ઇન્ડિયા નામે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે આંત રાજય સ્પર્ધાઓ યોજાઇ રહી છે જેમાં દેશભરના રમતવીરો ભાગ લઇને પોતાની પ્રતિભા ઝળકાવી રહ્યા છે. ત્યારે જામનગર જીલ્લાના એક નાનકડા ગામમાં જન્મેલી અને પ્રાથમીક અભ્યાસ પ્રાપ્ત કરેલી દીકરીએ રાષ્ટ્રીય કક્ષાએ ૧પઢઢ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતહાસ રચ્યો છે.

આપણા સમાજમાં દિકરા અને દીકરીઓ વચ્ચે હજુ પણ ભેદભાવ જોવા મળે છે. અને દંપતીઓ દિકરાને જ મહત્વ આપતા હોય છેત્યારે દીકરીઓને ઓછુ મહત્વ આપનાર વાલીઓ માટે પણ પ્રેરણાદાયી કહી શકાય તેમ જામનગર જીલ્લાની એક દિકરીએ દેશભરમાં જામનગરનું નામ રોશન કર્યું છે. રમતવીરોને પ્રોત્સાહન અને યોગ્ય પ્લેટ ફોર્મ મળી રહે તે માટે દિલ્હી ખાતે ખેલો ઇન્ડિયા સ્પર્ધાઓ યોજાઇ રહી છે જે સ્પર્ધામાં તમામ રાજયના ખેલાડીઓએ ભાગ લઇ રહ્યા છ.ે ત્યારે શાળાકીય સ્પર્ધાની શ્રેણીમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વિભાણીયા ગામની શ્રદ્ધા કથીરીયાએ પંદરસો મીટર દોડમાં ભાગ લીધો હતો.

પંદર રાજયોના વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયેલી આસ્પર્ધામાં શ્રદ્ધાએ પ્રથમ નંબર મેળવ્યો છ.ે અંદર સો મીટરની દોડ શ્રધ્ધાએ ૪ મિનીટ અને ૪ર સેકન્ડમાં પૂર્ણ કરી ઇતિહાસ રચી દીધો હતો. કાલાવડ તાલુકાના નાના એવા વિભાણીયા ગામમાં જન્મેલી ખેડુતની દીકરીએ ગામની શાળામાં ધોરણ ૧ થી૪ સુધી અભ્યાસ કર્યા બાદ કાલાવડ ની હીરપરા કન્યા છાત્રાલયમાં ધોરણ ૬ અને ૭ નો અભ્યાસ કર્યો હતો. અને બાદમાં તે રાજકોટ અભ્યાસ અર્થેગઇ હતી અને ધોરણ ૧૦થી શ્રદ્ધા દેવગઢ બારિયા સ્પોર્ટસ સ્કુલમાં અભ્યાસ કરી રહી છે અને ધોરણ ૧૧ ની વિદ્યાર્થીનીએ રાષ્ટ્રીય કક્ષાએ ઇતિહાસ રચી દીધો હતો. પિતાની એકની એક પુત્રી છેલ્લા અઢી વર્ષથી પોતાના માદરે વતન નથી આવી પોતાની પુત્રીની સિધ્ધિથી ખુશ થયેલા ખેડુત પિતા રાજેશભાઇ સમગ્ર સમાજને દીકરીનું મહત્વ સમજવાની શીખ આપી હતી અને દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ ના રાખવા પણ જણાવી રહ્યા છે. (૬.૧)

(9:43 am IST)