સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 10th January 2022

મોરબીની સાયન્સ કોલેજના વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાએ બેડમિન્ટન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો.

મોરબીની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાએ બેડમિન્ટન અન્ડર ૨૦ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક મેળવીને કોલેજ તેમજ મોરબીનું ગૌરવ વધાર્યું છે
સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજમાં તૃતીય વર્ષમાં અભ્યાસ કરતા અને NCC ના તેજસ્વી અન્ડર ઓફિસર ગૌતમ નીતિનભાઈ મકવાણાએ રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલી અન્ડર ૨૦ બેડમિન્ટન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે જે સિદ્ધિ બદલ કોલેજ પરિવાર અને NCC અધિકારીઓએ ગૌતમ મકવાણાને અભિનંદન પાઠવ્યા છે.

(1:45 pm IST)