મોરબી અને માળિયામાં બે સ્થળે જુગાર દરોડા: નવ પત્તાપ્રેમીઓ ઝડપાયા
મોરબીના સો ઓરડીમાં દુકાનમાં જુગાર રમતા પાંચ ઝડપાયા :માળિયાના કાજરડા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા
મોરબીના સો ઓરડી વિસ્તારની પાનની દુકાનમાં જુગારની બાતમી મળતા પોલીસે દરોડો કરીને જુગાર રમતા પાંચને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસે સો ઓરડીમાં ચામુંડાનગરમાં આવેલ જયેશ પાન કોર્નર દુકાનમાં બાતમીને આધારે દરોડો કરીને જુગાર રમતા સુધીર ડાયાભાઇ સોલંકી, મહેશ વિનોદભાઈ આંબલીયા, પરષોતમ મોતીભાઈ પરમાર રહે ત્રણેય સો ઓરડી તેમજ ખેંગાર મીતીભાઈ મકવાણા અને વાલજી પ્રેમજી મકવાણા રહે બંને ચામુંડાનગર વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૩૪,૦૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
માળિયા પોલીસ ટીમે બાતમીને આધારે કાજરડા ગામમાં દરોડો કરીને જુગાર રમતા ફિરોજ મહેબુબ કટિયા, સાવદિન જાનમામદ ભટ્ટી, ઈસ્માઈલ કરીમ મોવર અને નુસ્લીન કાસમ મોવર એમ ચારને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨૬૪૦ જપ્ત કરી છે