સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th January 2020

જૂનાગઢ જિલ્લામાંથી બોગસ આયુષ્યમાન કાર્ડના રેકેટનો પર્દાફાશ : બટવામાંથી 85 બોગસ આયુષ્માન કાર્ડ ઝડપાયા

હંગામી મહિલા કર્મચારીએ તેના આઇડી માંથી બોગસ કાર્ડ કાઢ્યા:છુટા કરી દેવાયા

 

જૂનાગઢ જિલ્લામાંથી બોગસ આયુષ્માન કાર્ડ બનાવવાનું રેકેટ ઝડપાયું છે. બાંટવામાંથી 85 બોગસ આયુષ્માન કાર્ડ ઝડપાયા છે. જાણવા મળતી વિગત મુજબ હંગામી કર્મચારીએ બોગસ આયુષ્માન કાર્ડ કાઢયા હતા. બોગસ આયુષ્માન કાર્ડ ઓનલાઇન સ્થગિત કરવામાં આવ્યા છે

 . હંગામી મહિલા કર્મચારીએ તેના આઇડી માંથી બોગસ કાર્ડ કાઢ્યા હતા. હંગામી મહિલા કર્મચારીને છુટી કરવામાં આવી છે. સમગ્ર જુનાગઢ જિલ્લામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. હજુ વધુ બોગસ આયુષ્માન કાર્ડ ઝડપાય તેવી આશંકા છે.

 

(12:01 am IST)