સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th January 2020

જામનગરમાં ૮ દિવસથી રેકી કરીને ૧૧ લાખના લૂંટને અંજામ આપ્યોઃ સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ મોટરસાયકલના આધારે ભેદ ખુલ્યો

ઝડપાયેલા ૫ શખ્સોના રિમાન્ડની તજવીજ

જામનગર તા. ૧૦: જામનગરમાં ૧૧ લાખની લૂંટનો  ભેદ ઉકેલવામાં  પોલીસને સફળતા  મળી છે. એલસીબી તથા સીટી 'સી' ડિવીજન પોલીસ ટીમે ૫ શખ્સોને ઝડપી લીધા છે.

આ પ્રકરણમાં ફરીયાદીની કંપનીમાં  સાથે કામ  કરનાર ભાવિન પ્રદિપભાઇ હેડાવે ટીપ આપી હતી.

જ્યારે ૮ દિવસથી  રેકી કરવામાં આવતા હતી. અને લુંટની ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી.

જેમા એક મોટરસાયકલ સાથે શંકાસ્પદ શખ્સની હિલચાલ જોવા મળી હતી. જેથી ્રોસ વેરિફીકેશન કરવામાં આવતા આ પ્રકરણનો ભેદ ખુલ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ તા.૦૭ ના બપોરના ફરીયાદી આલાભાઇ ભીખાભાઇ રાઠોડ રહે.જામનગર મંગલદીપ સોસાયટી, વાળા જે ૅરાઇટર સેફ ગાર્ડની કેશ-લેસ કંપનીમાંઁ નોકરી કરતા હોય જેઓ અલગ અલગ જગ્યાએથી રૂપીયા એકઠા કરી બેંક માં જમા કરવા જતા હોય ત્યારે અજાણ્યા ત્રણ ઇસમો મો.સા.માં આવી ફરીયાદી પાસેના થેલા સહીત રોકડ તથા મોબાઇલ ફોન મળી રૂ.૧૧,૧૯,૦૦૦/- ની લુંટ કરીને નાસી છુટ્યા હતા.

આ લુંટ નો બનાવ બનતા પોલીસ અધિક્ષક શ્રી શરદ સિંઘલ નાઓના માર્ગદર્શન મુજબ જીલ્લામાં ત્વરીત નાકાબંધી કરવામાં આવેલ હતી. અને તમામ પોઇન્ટ ઉપર વાહનો ચેકીંગ કાર્યવાહી કરવામાં આવેલ હતી. તેમજ અગાઉ લુંટ,આંગડીયા લુંટ,ધાડ ના ગુન્હામાં પકડાયેલ ઇસમોની પ્રવૃતિ ઉપર વોચ રખાવવામાં આવેલ હતી. તેમજ નવનિયુકત પ્રો.એ.એસ.પી.શ્રી સફીન હસન તથા શ્રી એ.પી.જાડેજા નાયબ પોલીસ અધિક્ષક જામનગર શહેર વિભાગ નાઓના સુપરવિઝન હેઠળ આ લુંટનો ગુનો શોધી કાઢવા અંગે એલ.સી.બી.ના I/Cપોલીસ ઈન્સ.શ્રી.કે.કે.ગોહીલ તથા પો.સબ ઇન્સ.શ્રી આર.બી.ગોજીયા તથા શ્રી એમ.જે.જલુ પો.ઇન્સ. સીટી સી પો.સ્ટે.નાઓને સુચના કરેલ જે લુંટ નો ભેદ ૫ ઉકેલવા માટે એલ.સી.બી.તથા જામ સીટી સી પો.સ્ટે.ના ડી.સ્ટાફ ની અલગ અલગ ટીમો બનાવી કાર્યરત કરી બનાવ સ્થળ ની આજુબાજુ નો વિસ્તાર સર્ચ કરી,રોડ ઉપરના સીસીટીવી કેમેરાઓ ચેક કરી તેમજ ઇલેકટ્રોનીક માધ્યમનો ઉપયોગ કરવામાં આવેલ હતો.

એલસીબીના I/C ેપો.ઈન્સ. કે.કે. ગોહીલ તેમજ પો.ઈન્સ. શ્રી. આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો  આ લુંટનો ભેદ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતા,દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ફીરોજભા ભાઇ દલ, પ્રતાપભાઇ ખાચર, વનરાજભાઇ મકવાણા તથા દિલીપભાઇ તલાવડીયાને તેઓના બાતમીદાર થી હકિકત મળેલ કે, આ લુંટમાં આ કંપનીમાં નોકરી કરતા ભાવિન પ્રદિપભાઇ હેડાવ એ લુંટ કરવા માટે આરોપીઓને ટીપ આપેલ હતી.

આ લુંટમા સંડોવાયેલ ઈસમો ઠેબા ગામે બાવળની કાંટમા એકઠા થઇ લુંટ ના પૈસાનો ભાગ એકઠા થવાના છે. તેવી હકિકત આધારે રેઇડ કરતા નીચે મુજબના પાંચ ઇસમો મળી આવતા શ્રી કે.કે.ગોહિલ એ ધરપકડ કરી  છે.

જેમા ાવીનભાઇ પ્રદીપભાઇ હેડાવ રહે. જામનગર નવાગામ ઘેડ ફરીયાદીની કંપનીમાં સાથે કામ કરનાર અને ટ્રીપ આપનાર, ચિરાગભાઇ સતીષચંદ્ર પંડ્યા હિે. ઠેબા તા.જી. જામનગર - લુંટ માટે માણસો રોકનાર તથા લુંટનું કાવત્રુ ઘડનાર , ઈરફાન ઉર્ફે બેટરી કરીમભાઇ સંધી રહે. ઠેબા ગામ  તા. જામનગર-આરોપી ચીરાગ એ લુંટનુ કામ સોપેલ, શબ્બીરભાઇ ઉર્ફે શબલો ઉર્ફે ડમી હનીફભાઇ સંધી  રહે. ઠેબા તા.જી જામનગર  આરોપી ચિરાગ એ લુંટનુ કામ સોંપલ, ફારૂક ઈબ્રાહીમ સેઢા રહે. ધારાગઢ તા. ભાણવડ જી. દેવભુમિ દ્વારકા- લુંટમા સાથે ની ધરપકડ કરી છે.

'રાઇટર સેફ'ગાર્ડની કેશ-લેસ કંપનીમાંૅ ફરીયાદી સાથે આરોપી ભાવીન પ્રદિપભાઇ હેડાવ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હોય,અને ફરીયાદી દરરોજ અલગ અલગ જગ્યાએ પૈસા એકઠા કરી બેંક માં જમા કરવા જતા હોવાની આરોપી ભાવિન હેડાવે ને માહિતી હોય. તેમના સાળા ચીરાગ પંડયાને લુંટ કરવા માટેની ટીપ આપેલ તે મુજબ આરોપી ચીરાગ પંડયાએ તેમના ગામના શબીર સંધી તથા ઇરફાન સંધીને લુંટને અંજામ આપવાનુ કામ સોંપેલ અને શબીર તથા ઇરફાન એ તેમના સબંધી મીત્ર ફારૂક ઇબ્રાહીમ ને સાથે રાખેલ તેમજ શબીર ના મીત્ર અનીસ ખલીફા ને સાથે રાખી આ તમામ આરોપીઓએ અગાઉ ગુનાને અંજામ આપવા જામનગર અંબર ટોકીઝ પાસે તેમજ ઠેબા મુકામે તેમજ દિગામ સકલ પાસે મીટીંગો કરેલ અને બનાવના આગલા દિવસે પણ ફરીયાદીની રેકી કરેલ હતી.

ગઇ તા.૭/૧/ર૦૨૦ ના ફરીયાદીશ્રી તેમની બાઇક લઇ ને સીટી માં અલગ અલગ જગ્યાએ કેસ કલેકશન કરવા નિકળેલ ત્યારે ફરીયાદી બપોરના સમયે સત્યમ કોલોની અન્ડરબ્રીજ પાસે આવતા આરોપી શબીર,ફારૂક તથા અનીસ ત્રણેય એ બાઇક ઉપર આવી ફરીયાદી પાસેથી રોકડ રૂપીયા ભરેલ થેલો ઁતેમજ ફરીયાદીના મોબાઇલ ની લુંટ ચલાવી નાશી ગયેલ અને મજકુર ગુન્હાનો મોબાઇલ રસ્તામાં બાવળની કાટમાં તેમજ જીપીએસ વાળો થેલો કનસુમરા ગામ તરફ બાવળની કાટમાં ફેંકી દીધેલ હતો

આ કામેના આરોપીઓની ઇલેકટ્રોનીક માધ્યમથી માહિતી એકઠી કરી આરોપીઓને માહિતી આધારે આરોપી શબીર,ફારૂક તથા ઇરફાન ઠેબા ગામની બાવળની કાટમાં લુંટના પૈસા નો ભાગ પાડતા હોય તે દરમ્યાન મળેલ હકિકત આધારે પકડી લઇ આરોપી પાસેથી રોકડ રૂ.૫,ર૦,૦૦૦/- તથા ગુન્હામાં વાપરેલ બાઇક, મોબાઇલ, સ્વીફટ ડીઝાયર કબજે કરવામાં આવેલ છે. આ કામે આરોપી અનીસ અસરફ ખલીફા ને અટક કરવાનો બાકી છે.

આ આ કાર્યવાહી I/C પો.ઇન્સ.શ્રી કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ શ્રી. આર.બી.ગોજીયા તથા પો.ઇન્સ.શ્રી  એમ.જેજલુ તથા પો.સ.ઇ.શ્રી જે.સી.ગોહીલ સીટી સી પો.સ્ટે. તથા પો.સ.ઇ.શ્રી એ.ડી.વાળા શેઠવડાળા પો.સ્ટે. તથા  કોમ્પ્યુટર પો.સ.ઇ.શ્રી નિમાવત.

એલ.સી.બી.સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા.ભરતભાઇ પટેલ, અશ્વિનભાઇ ગધાભાઇ પરમાર, હીરેનભાઇ વરણવા, દિલીપભાઇ તલાવડીયા ફીરોજભાઇ દલ, ખીમભાઇ ભોચીયા, લાભુભાઇ નાનજીભાઇ પટેલ,ભગીરથસિંહ સરવૈયા,હરદીપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી.જાડેજા, મીતેશભાઇ અજયર્સિહ ઝાલા,નિર્મળસિંહ એસ.જાડેજા,બળવંતસિંહ પરમાર, પ્રતાપભાઇ ખાચર, અશોકભાઇ સોલંકી.સુરેશભાઇ માલકીયા,લક્ષ્મણભાઈ ભાટીયા, એ.બી.જાડેજા તથા અરવીંદગીરી, ભારતીબેન ડાંગર, તથા સીટી સી પો.સ્ટે.ના રાજભા ફિતુભા જાડેજા, હિતેશભાઇ મકવાણા, ઓસમાણભાઇ સુમરા, મહિપાલસિંહ, રફીકભાઇ, પૃથ્વીરાજસિંહ, ેપાલસિંહ તથા સ્ટાફ વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:42 pm IST)