સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th January 2020

મોરબીના લાલપર પાસે સેનેટરી એકમમાં રાત્રે લાગેલી આગ સવારે કાબુમાં આવી

મોરબી,તા.૧૦: મોરબીના લાલપર ગામ નજીક એક સેન્ટરીના એકમમાં આગ ભભૂકી ઉઠી હતી તો આગની જાણ થતા મોરબીની ફાયરની ટીમ સ્થળ પર દોડી કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો

મળતી વિગત મુજબ મોરબીના લાલપર ગામ નજીક આવેલ થોરેટો સેનેટરીમાં રાત્રીના આગ ભભૂકી ઉઠી હતી તો આગની જાણ થતા મોરબી ફાયરની ૩ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ૩-૩ ફેરા બાદ ૫ૅં૩૦ કલાકની જહેમતે આગ કાબુમાં આવી હતી તેમજ આ આગ કારખાનામાં દ્યાસ પડ્યું હોય તેમાં લાગી હતી અને આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું.મોરબીની ફાયરની આ કામગીરીમાં વિનય ભટ્ટ, જયપાલસિંહ, ઉત્પલ બારોટ, રવિ સોલંકી, દિનેશ પડાયા, સલીમ ચોબે, કિશન ભટ્ટ, વસીમ મેમણ, રુકેશ સોલંકી અને હિતેશ દવે સહિતની ફાયરની ટીમે કરેલ છે.(૨૨.૨૦)

(12:53 pm IST)