સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th January 2020

ગોંડલનું બસસ્ટેન્ડ બન્યુ રેકડી સ્ટેન્ડ

ગોંડલઃ અહિના સરકારી દવાખાના પાસે આવેલ બસ સ્ટેન્ડ છેલ્લા દ્યણા વર્ષોથી જર્જરિત થઇ જવા પામ્યુ છે શાળા કોલેજે આવતી વિદ્યાર્થીઓની અને મુસાફરોની હાલત કફોડી થઈ રહી છે આ બસ સ્ટેન્ડમાં મુસાફરોને બેસવા કે ઉભુ રહેવાની કોઈપણ જાતની વ્યવસ્થા નથી કેટલાક ફેરિયાઓ દ્વારા ધરારી કરી રેકડીઓ મૂકી દેવામાં આવે છે જો તંત્રને આ નજરે ન આવતું હોય તો બસ સ્ટેન્ડ ની દિવાલ પર છપાયેલ જાહેરાતની ચશ્માની દુકાને નંબરવાળા ચશ્મા કઢાવે તેવા રમૂજીવ્યંયથી લોકો આશ્ચર્ય પામે છે. શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ના પ્રમુખ દિનેશભાઈ માધડ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવનાર છે.(તસ્વીર-જીતેન્દ્ર આચાર્ય.ગોંડલ)

(11:40 am IST)