News of Friday, 10th January 2020
કચ્છમાં દારૂ પીને પરેશાન કરનાર પુત્રની માતાના હાથે હત્યા
ભુજ,તા.૧૦: ગત સોમવારે રાપરના સમાવાસમાં રહેતા દલપત મોહન કોલીનું પલંગ પરથી પડી જતા મોત નીપજયું હતું. જોકે, પીએમ રિપોર્ટે આ યુવાનના મોતનો ભેદ ખોલી નાખ્યો હતો.
ખોપડી પર ફટકાનું નિશાન મોતનું કારણ બન્યું હોવાના તબીબી રિપોર્ટને પગલેઙ્ગ પોલીસે કુનેહ પૂર્વક પૂછપરછ કરતા તેની માતાએ ગુનો કબુલ્યો હતો. મૃતક યુવાન દલપત દરરોજ દારૂ પીને તેની માતાને પરેશાન કરતો હતો. હત્યાના બનાવની રાત્રે પણ નશામાં ધૂત પુત્રએ માતાને પરેશાન કરવાનું શરૂ કરતાં તેની માતા નાવીબેને યુવાન પુત્રના માથામાં જોરથી ધોકો માર્યો હતો.
આ મારથી ખોપડીમાં ઇજા થતાં દલપતનું મોત નીપજયું હતું. પણ, માતાએ પુત્ર પલંગ પરથી પડી જતા તેનું મોત નીપજયું હોવાની વાત કરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(11:37 am IST)