સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th January 2019

ઘોઘાના નવાગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો : આરોપી ફરાર

 

ભાવનગર જિલ્લાના ઘોઘા પો.સ્ટે.ના પીએસઆઈ જે.એચ. સીસોદીયાને મળેલી બાતમીના આધારે નવાગામની સીમમાં દરોડો પાડી ઈંગ્લીશ દારૂની પેટીનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે, આરોપી નાસી છુટ્યો હતો.

 મળતી વિગતો મુજબ, ઘોઘા પો.સ્ટે.ના પીએસઆઈ સીસોદીયાને મળેલી બાતમીના આધારે નવાગામની સીમમાં આવેલી વાડીમાં પ્રહલાદસિંહ ઉર્ફે પેલુભા છેલુભા ગોહિલ ઈંગ્લીશ દારૂની બોટલ રાખી વેચતો હોવાની હકીકતના આધારે દરોડો પાડતા વાડીમાંથી ઈંગ્લીશ દારૂની ૯૬ બોટલ કિ.ર૮,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી તેના વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરેલ. કામગીરીમાં સ્ટાફના .વી. ચુડાસમા, .એમ. મોરી, એચ.એન. ગોહિલ, એમ.એચ. વાઢેર, ગીરીરાજસિંહ જાડેજા તથા યશપાલસિંહ ગોહિલ જોડાયા હતા.

(12:29 am IST)