સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th December 2021

જામનગરમાં દાગીના-રોકડની લુંટની ખોટી ફરીયાદ કરવા આવનાર માતા-પુત્ર સામે ગુન્હો

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૯:  કેશુરભાઈ રામભાઈ જોગલ ઉવ.૫૦ રફે. નવાગામ ઘેડ, ઈદીરા સોસાયટી, શેરી નં ૧૦/એ, જામનગર વાળાએ પોલીસ કંટ્રોલ રુમમાં ફોન કરી પોતાના ઘરે ચોર આવી ચોરી કરી ગયેલ હોવાની જાણ કરતા તાત્કલીક પોલીસ ટીમ સ્થળ પર ગયેલ અને સ્થળ નીરીક્ષણ કરી પ્રાથમીક પુછપરછ કરતા જણાવેલ વિગત શંકાસ્પદ લાગતા કેશુરભાઇને તેમના પરીવારને પો.સ્ટે. ફરીયાદ કરવા આવવા જાણ કરતા કેશુરભાઈ તથા તેમના પત્નિ મટબેન તથા દીકરો બાબુભાઈ પોલીસ સ્ટેશને ફરીયાદ કરવા આવેલ અને તેઓની સર્વેલન્સ સ્ટાફ દ્રારા બનેલ બનાવ બાબતે પુછપરછ કરતા કેશુરભાઇ એ જણાવેલ કે મને મારા પત્ની મટુબેન એ જગાડેલ અને વાત કરેલ છે કે હુ બાથરુમ જવા જાગી ત્યારે એક ઈસમે મને પકડી લીધેલ અને મારા મોઢે મુંગો દઈ દીધેલ અને બંધુક (અગ્નિશ સ્ત્ર) બતાવી કાઈ બોલતી નહી, નહીતર મારી નાખીશ તેવી ધમકી આપેલ અને બીજા બે ઈસમો ઘરમા ઘુસી કબાટમાં રહેલ સોનાના બે હાર તથા એક જોડી બુટી તથા રોકડા રુ ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ ચોરી કરી લઈ ગયેલ છે તેમ વિગત જણાવતા અને આ વિગત તેમના પત્ની મટુબેન તથા દીકરા બાબુભાઈને પુછતા તેમને પણ પ્રથમ આજ વિગત જણાવેલ પરંતુ તેઓએ જણાવેલ વિગત અને બનાવ શરૂઆતથી જ શંકાસ્પદ લાગતો હોય જેથી ત્રણેયને અલગ અલગ રાખી ઉંડાણપુર્વક પુછપરછ કરતા મટુબેન જણાવેલ કે મે આજથી પાંચેક માસ પહેલા મારા દીકરા બાબુભાઈને પૈસાની જરુરત થતા મે મારા પતિના ધ્યાન બહાર એક સોનાનો હાર વેચવા માટે બાબુભાઈને આપી દીધેલ જે હાર બાબુભાઈએ વેચી નાખેલ હતો જેથી મારા પતી આ હાર વિશે પુછશે તો હુ શું જવાબ આપીશ તેમ બીક લાગતા મે ચોરી થયેલ છે તેવો ખોટો બનાવ ઉભો કરુ તો હાર વિશે કાઈ ખબર ન પડે તેમ વિચારી આજરોજ સવારના કબાટમાં રહેલ એક હાર તથા એક જોડી બુટી કબાટમાંથી કાઢી અન્ય ખાનામાં મુકી દીધેલ અને કપડા તથા કાગળો વેર વીખેર કરી બાદમા મારા પતિને જગાડી ચોરી થયેલનો ખોટો બનાવ જણાવેલ હતો, હકીકતે કોઈ ચોરીનો કે લુટનો બનાવ બનેલ નથી તેમ જણાવેલ હોય અને તેના દીકરા બાબુભાઇ એ પણ પોતાની માતા એ પાંચ માસ પહેલા એક સોનાનો હાર વચાણ માટે આપેલ હોય જે પોતે વેચી નાખેલ હોવાનુ જણાવેલ હોય બાદ આરોપી મટ્ટુબેન ને સાથે રાખી તેઓએ તેમના મકાનમાં જે સ્થળે સોનાના દાગીના સંતાડેલ હતા તે સ્થળે પંચો રૂબરૂ તપાસ કરતા તેઓએ ચોરી થયેલ હોવાનુ જણાવેલ હતુ તે દાગીના મળી આવતા તેઓને પરત સોપી આપેલ છે. આમ મટુબેન એ પોતાના ઘરમાં કોઇ ચોરી કે લુંટનો બનાવ બનેલ નહિ હોવાનુ જાણતા હોવા છતા અને અને તેના દીકરા બાબુભાઇ એ પોતે એક હાર અગાઉ વેચી નાખેલ હોવાનુ જાણતો હોવા છતા પોલીસ સ્ટેશન ફરીયાદ કરવા આવેલ ત્યારે પોલીસે પુછતા પોતે જે સાચી માહિતી જાણતા હતા તે પોલીસને પુરી પાડવા બંધાયેલ હોય તેમ છતા પોલીસને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરેલ હોય જેથી આરોપીઓ (૧) મટ્ુબેન વા/ઓ કેશુરભાઈ રામભાઈ જોગલ જાતે આહીર ઉવ.૪૫ ધધો ઘરકામ રહે. નવાગામ ઘેડ, ઈંદીરા સોસાયટી, શેરી નં ૧૦/એ, જામનગર (ર) બાબુભાઈ સ/ઓ કેશુરભાઈ રામભાઈ જોગલ જાતે આહીર ઉવ.રપ ધધો એકાઉન્ટ કામ રહે. નવાગામ ઘેડ, ઈંદીરા સોસાયટી, શેરી નં ૧૦/એ, જામનગર વાળાઓ વિરુધ્ધ પો.સબ ઇન્સ. વાય.બી.રાણા એ આઇ.પી.સી.. કલમ ૧૭૭ મુજબ શ્રી સરકાર તરફી ફરીયાદ નોંધાવેલ છે.

(4:03 pm IST)