સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th December 2021

જુનાગઢ અને જામનગરમાં ઓશો સાહિત્ય પ્રદર્શન

જુનાગઢમાં શનિ-રવિ અને જામનગરમાં તા.૧૮,૧૯ ડિસેમ્બરના આયોજનઃ મા અંતર કિરણ દ્વારા સંચાલન

રાજકોટઃ ઓશો સાહિત્ય પ્રદર્શન  જુનાગઢ તથા જામનગરમાં યોજાયેલ છે. ઓશો આપણને આપણા માનવી હોવાના  ગૌરવની યાદ અપાવે છે. તેઓ આપણને કહે છે કે દરેક માનવી ઘણી બધી મહાન ક્ષમતાઓ સાથે જન્મે છે પરંતુ તેનો અહેસાસ કરી શકતો નથી કારણ કે તેને પોતાના વિશે કોઈ ખ્યાલ નથી. મશીનોથી ઘેરાયેલા જેમ આપણે પ્રકૃતિથી દૂર થઈ રહયા છીએ તેમ આપણે આપણી જાતથી પણ દૂર થઈ રહ્યા છીએ.

માણસ પોતાની જાતને કેવી રીતે ઓળખી શકે, કેવી રીતે તે તેની મહાન સંભાવનાઓ અને ક્ષમતાઓને જાગૃત કરે અને તે સાકાર કરે, આપણે એવી દુનિયા કેવી રીતે બનાવી શકીએ જે માણસને અર્થપૂર્ણ જીવન જીવવામાં મદદ કરે, એ ઓશોએ વિગતવાર કહ્યુ છે. તેમના પ્રવચનના ૨૫૦ થી વધુ પુસ્તકોમાં, તેમણે એક પણ વિષય છોડયો નથી જે માનવ વિકાસ અને જીવન પરિવર્તન સાથે સંબંધિત છે. માણસ જાતના ઈતિહાસમાં આવું પહેલાં કયારેય બન્યું નથી.

 આધુનિક માણસના ભાગદોડ ભર્યા કંટાળાજનક જીવનને ઘ્યાનમાં રાખીને, તેમણે ધ્યાનની સેંકડો પધ્ધતિઓ પણ બનાવી છે જે આપણા રોજીંદા જીવનમાં પરિવર્તન લાવે છે અને આપણને આપણી વાસ્તવિકતા અને આપણી શક્યતાઓ સાથે પરિચય કરાવે છે.

 ડિસેમ્બર મહિનામાં, ગુજરાતના વિવિધ શહેરોમાં ઓશોના પરિવર્તનકારી સંદેશને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે, જેમાં તેઓ ઓશો દ્વારા આપવામાં આવેલી કેટલીક સરળ, સહજ અને અસરકારક ધ્યાન પધ્ધતિઓનો પણ અનુભવ કરી શકે છે. તેના પ્રારંભિક તબક્કામાં આ કાર્યક્રમનું આયોજન પોરબંદરમાં ઓશો ધ્યાન કેન્દ્રના સંચાલક માં અંતર કિરણ દવારા નીચેના સ્થળોએ કરવામાં આવશે.

ઓશો સાહિત્ય પ્રદર્શન સ્થળઃ જુનાગઢઃ ૧૧ થી ૧૨ ડિસેમ્બર (સવારે ૧૦:૩૦ થી રાત્રે ૯ વાગ્યા સુધી) ઉત્સવ ક્રેડિટ સોસાયટી રાયજીબાગ શોપીંગ સેન્ટર, જુનાગઢ સંપર્ક ગીરીશભાઇ કંજાણી મો.૯૮૨૪૨ ૬૯૨૮૦, (ધ્યાનનો પ્રયાગ સવારે ૬:૪૫ થી ૬) અલ્પા ટોડરમલ (માં અંતર કિરણ) મો.૯૧૦૬૪ ૪૮૫૯૦,

જામનગર ૧૮ થી ૧૯ ડિસેમ્બર (સવારે ૧૦:૩૦ થી રાત્રે ૯ વાગ્યા સુધી) જી૧-૨, એન્ટીલા ધ બિઝનેસ હબ, હિરજી મિસ્ત્રી રોડ, જામનગર, સંપર્ક અલ્પા ટોડરમલ (માં અંતર કિરણ) ૯૧૦૬૪ ૪૮૫૯૦ સ્વામી ધ્યાન યોગેશ મો.૯૯૯૮૮ ૮૯૫૪૫

ધ્યાનનું સ્થળઃ ગીરીશભાઇ કંજાણી, ૫૬ભોગ રેસ્ટોરન્ટ, ચૌબારી રોડ, જુનાગઢ સમય સવારે ૬:૪૫ થી ૯ મો.૯૮૨૪૨ ૬૯૨૮૦ અલ્પા ટોડરમલ (અંતર કિરણ) ૯૧૦૬૪ ૪૮૫૯૦ (

(4:02 pm IST)