સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th December 2019

હળવદના માથકમાં ભાભી સાથેના આડા સંબંધમાં ભાઇએ જ ભાઇની હત્‍યા કર્યાનો પર્દાફાશ

હળવદ-વઢવાણ તા. ૯ :.. હળવદના માથક ગામે એરંડાના ઉભા પાકમાં યુવકની દાટેલી લાશ મળતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી જવા પામી હતી જયારે ઘટનાની જાણ થતા હળવદ પોલીસ દોડી ગઇ હતી અને લાશનો કબજો લઇ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી ધરવામાં આવી હતી જેમાં મૃતકની પત્‍ની અને ભાઇ શંકા હેઠળ આવતં પોલીસે તેમની પુછપરછ કરતા જણાવ્‍યું કે ભાભી અને દિયર વચ્‍ચે આડા સબંધ હોવાથી આડખીલી ભાઇની હત્‍યા કરી લાશ દાટી દીધી હોવાનું કબુલ્‍યું હતું.

માથક ગામે દાટેલી લાશનો ભેદ ઉકેલી હળવદ પોલીસે દિયર અને ભાભીની ધરપકડ કરી છે જેમાં તાલુકાના માથક ગામે ભરતભાઇ ખેંગારભાઇ મકવાણાની વાડીમાં એરંડાનું વાવેતર કર્યું છે જેમાં ગુજરિયાભાઇ હુનીયાભાઇ આદિવાસી તેની પત્‍ની દક્ષાબેન અને તેનો ભાઇ રોહન સાથે રહીને મજુરી કરી ગુજરાન ચલાવી રહ્યા છે ત્‍યારે વાડીમાં દુર્ગંધ આવતી હોવાથી ત્‍યાં પોલીસે તપાસ હાથ ધરતાં લાશ દાટેલી અવસ્‍થામાં મળી આવી હતી જયારે પહેલી જ નજરમાં પોલીસને મૃતકની પત્‍ની અને ભાઇ પર શંકા જતાં તેની આકરી રીતે પુછપરછ કરતાં હત્‍યાનો ભેદ ઉકેલાયો હતો અને જણાવ્‍યું હતું કે મૃતક ગુજરીયાભાઇની પત્‍ની દક્ષા સાથે રોહનને આડા સબંધ હોવાથી આડખીલી રૂપ ભાઇની હત્‍યા કરી તેની લાશ એરંડાના ઉભાં પાકમાં દાટી દીધી હતી.

માથક ગામે વાડી માલિકે તપાસ કરતાં મજુરી કરતી ગુજરીયાભાઇ ખેતર નહોતા જયારે તેની પત્‍ની અને ભાઇએ જણાવ્‍યું કે રાત્રીથી કોઇને કહ્યા વગર ગયો છે હજુ આવ્‍યો નથી અને લગભગ ૪ દિવસ પછીફરી વાડી માલીકી ખેતરે જતા ત્‍યારે પણ લાપતા બનેલ મજુર પરત આવ્‍યો ન હતો પણ બને ભાઇઓ અને તેમજ તેની પત્‍ની વચ્‍ચે અવાર નવાર ઝઘડા તથા રહેતા તે તેને ખબર હતી તેમાં ખેતરના માલીક અને તેની પત્‍ની ખેતર ગયા જયા કુતરાઓખેતરમાં જમીન ખોતરતા હતા. જેથી ત્‍યાં ચેક કરતા દુર્ગધ આવતી હતી તેમાંથી માનવી જેવુ લાગતા પોલીસ આવીનેચેક કરતા તેમાંથી લાપતા બનેલા ગુજરીયાભાઇ મજુરીની લાશ નીકળી હતી મૃતદેહને પી.એમ.માટે હોસ્‍પિટલ ખસેડાયો હતો જયારે પ્રથમ દૃષ્‍ટિએ પોલીસને મૃતકની પત્‍ની અને ભાઇ પર જ શંકા હોવાથી પીઆઇ એસ.જી.ખાંભ્‍લાએ પુછપરછ કરતા આરોપીઓએ ગુનો કબુલી લીધો હતો.

(2:58 pm IST)