સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th December 2019

વેરાવળમાંથી ૧૩ વર્ષની તરૂણીનું અપહરણ કરનારને જૂનાગઢ પોલીસે ઝડપ્‍યો

સર્તકતાથી તરૂણીને તેના પરિવારને સોંપી

જૂનાગઢ,તા.૯: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ડાભોર રોડ ઉપર રહેતા ફરિયાદીની સગીર વયની ૧૩ વર્ષની દીકરીને જૂનાગઢના સુખનાથ ચોકમાં રહેતા શકીલ નામના આરોપી દ્વારા અપહરણ કરવામાં આવેલા ની ફરિયાદ વેરાવળ પોલીસ સ્‍ટેશન ખાતે કરવામાં આવતા, વેરાવળ પોલીસ દ્વારા જુનાગઢ પોલીસને જાણ કરવામાં આવેલ હતી.વેરાવળ પોલીસ દ્વારા જુનાગઢ પોલીસને જાણ કરવામાં આવતા, જુનાગઢ ર્ંજિલ્લા પોલીસ વડા સૌરભ સિંર્દ્યં દ્વારા ર્ંગુન્‍હાની ગંભીરતા ને ધ્‍યાને લઇ, આ ગુન્‍હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગ બનનારને તાત્‍કાલિક શોધી કાઢવા સુચનાર્ઓં કરવામાં આવેલ હતી.

આ અંગે પોલીસ દ્વારા મળેલ પ્રાપ્‍ત માહિતી મુજબ જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જુનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પીઆઇ આર.બી. સોલંકી, પીએસઆઈ એન.જી. પરમાર તથા સ્‍ટાફના હે.કો.ᅠ હમીરભાઇ, નાથાભાઈ, અલતાફભાઇ, પો.કો. રજાકભાઈ, પૃથ્‍વીરાજસિંહ, અજયસિંહ, હોમ ગાર્ડ સહિતની પોલીસ ટીમ દ્વારા તાત્‍કાલિક નાઈટ દરમિયાન જ માહિતી મેળવતા, બાતમીદાર દ્વારા મળેલ બાતમીના આધારે રેલવે સ્‍ટેશન પાસેથી ર્ંઆરોપી શકીલ જમાલભાઈ માંડલિયા જાતે ખાટકી રહે. મતાવા વાડ, જૂનાગઢને ભોગ બનનાર સાથે રાઉન્‍ડ અપ કરી, પકડી પાડવામાં આવેર્લં હતા. ગઇકાલે ગુન્‍હો દાખલ થયા બાદ વેરાવળ પોલીસ દ્વારા જુનાગઢ પોલીસને જાણ કરતા ર્ંગણતરીના કલાકોમાં આરોપી શકીલ જમાલભાઇ તથા ભોગ બનનાર સગીર તરુણીને શોધી, વેરાવળ પોલીસ તથા સગીર તરુણીના માતા પિતાને જાર્ણં કરતા, તેઓ તાત્‍કાલિક જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્‍ટેશન ખાતે આવી જતાં, આરોપી તથા ભોગ બનનારને ર્ંવેરાવળ પોલીસને કબ્‍જો સોંપવામાં આવેર્લં હતો. અપહરણ થયા બાદ જુનાગઢ પોલીસ તાત્‍કાલિક હરકતર્માં આવીને આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢતા, ર્ંભોગ બનનાર સગીર ૧૩ વર્ષીય તરુણીના કુટુંબીજનોએ જુનાગઢ પોલીસનો આભાર માનવામાં આવેર્લં હતો.ફરિયાદી પોતાની સગીર પુત્રી સાથે પહેલા જુનાગઢ ખાતે જ રહેતા હોય, આરોપી શકીલ દ્વારા પોતાની સગીર પુત્રીને મોબાઈલ લઈ આપતા, તેને સંબંધની જાણ થતાં, તેઓ પોતાના કુટુંબ સાથે વેરાવળ રહેવા જતા રહેલ હતા. જયાં પણ ર્ંઆરોપીએ પીછો નહિ છોડતા, ભોગ બનનાર સગીરને લલચાવી ફોસલાવી અપહરર્ણં કરેલ પરંતુ, જુનાગઢ બી ડિવિઝન ર્ંપોલીસની સતર્કતાના કારણે આરોપી તથા ભોગ બનનાર તાત્‍કાલિક ગણતરીના કલાકોમાં હાથ આવી જતા, વેરાવળ પોલીસ દ્વારા પણ હાશકાર્રોં મેળવેલ હતો.

(2:24 pm IST)