News of Monday, 9th December 2019
આતંકી દીપડાનું લોકેશન મળ્યું : શાર્પ શૂટર બંદુકો લઈને રવાના
કડાયા નજીક સોનારીયા ડેમ પાસે વનવિભાગની ટીમ દોડી
અમરેલીના બગસરાના કડાયા ગામ નજીક દીપડાનું લોકેશન મળી આવ્યું છે. સોનારીયા ડેમ નજીક દીપડાનું લોકેશન મળી આવ્યું છે. લોકેશન મળતા જ વનવિભાગની ટીમ દીપડાને પકડવા દોડી ગઈ છે. શાર્પ શૂટરો પણ બંધુકો લઈને શૂટ કરવા પહોંચી ગયા છે. અને દીપડાને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે
(11:51 am IST)