સાંસદ પૂનમબેન માડમની પુત્રી શિવાનીનું સિંગાપોરમાં દુઃખદ નિધન :મંગળવારે દિલ્હી -નોઇડામાં અંતિમવિધિ :માડમ પરિવાર દિલ્હી પહોંચ્યો :ઘેરા શોકનું મોજું
અકસ્માતે દાઝી ગયેલ શિવાનીનું સિંગાપોરમાં સારવાર દરમિયાન કરૂણમોત :શિવાનીના પાર્થિવદેહને હવાઈમાર્ગે દિલ્હી લવાશે
જામનગરમાંથી સાંસદ પૂનમ માડમની 21 વર્ષીય પુત્રી શિવાનીનું સિંગાપોરમાં નિધન થયું છે. તે સિંગાપોરમાં સારવાર લઈ રહી હતી. દિવાળીના સમયે ફટાકડા ફોડતા સમયે એક દુર્ઘટના બની હતી. જેમાં પુત્રી શિવાની ગંભીર રીતે દાઝી ગઈ હતી. જે બાદ તુરંત તેને દિલ્હી, મુંબઈ અને પછી સારવાર માટે સિંગાપોર ખસેડાઈ હતી. આ દુઃખદ ઘટનાથી માડમ પરિવાર અને જામનગરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
શિવાનીના પાર્થિવ દેહને હવાઇમાર્ગે સિંગાપોરથી દિલ્હી લાવવામાં આવશે. તેમના અંતિમસંસ્કાર નોઇડા ખાતે કરવામાં આવશે
સાંસદ પૂનમ માડમને સંતાનમાં એક પુત્રી જ હતી. આખા પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.
જાણવા મળ્યા મુજબ શિવાની ગત દિવાળીમાં એક અકસ્માતમાં દાઝી ગઈ હતી તેની સારવાર પહેલા મુંબઇમાં ચાલતી હતી તે પછી તેમને સિંગાપોરમાં લઇ જવામાં આવી હતી સિંગાપોરમાં તેની સારવાર 25 દિવસથી ચાલતી હતી. તેની હાલત ગંભીર હતી