સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th November 2020

વેરાવળ સોમનાથ બાયપાસ ઉપર ટ્રેકટર ચાલકે લોહાણા પરીવારના બે ભાઈઓને હડફેટે લેતા બન્નેના મૃત્યુ

દીવાળીના પવિત્ર તહેવારોમાં બે પરીવારોનો માળો વિંખાતા અરણેજ ગામે અરેરાટી

વેરાવળ, તા.૯: સોમનાથ બાયપાસ ઉપર સાંજે પ વાગ્યાના અરસામાં ડારી ગામે ક્રિયામાં આવેલ અરણેજ ગામના લોહાણા જ્ઞાતિના વેપારી બન્ને કાકા બાપાના ભાઈઓ પરત જઈ રહેલ હતા ત્યારે પુરપાટ ઝડપે નંબર વગર ના ટ્રેકટરે હડફેટે લેતા હોસ્પીટલે ડોકટરે બન્નેને મૃત જાહેર કરેલ હતા આ બનાવની જાણ થતા નાનકડા એવા અરણેજ ગામમાં ભારે અરેરાટી ફેલાય છે.

કોડીનાર તાલુકાના અરણેજ ગામના વેપારી કમલેશભાઈ કેશવલાલ જીમુલીયા ઉ.પર, રમેશકુમાર મોહનલાલ જીમુલીયા (ઉ.પપ) ક્રિયા પતાવી મોટરસાઈકલમાં અરણેજ જઈ રહેલ હતા ત્યારે કૃતિ હોટલ પાસે પુર ઝડપે ટ્રેકટર આવી રહેલ હતું તેને બન્ને હડફેટે લેતા મોટર સાયકલ ફેંકાય ગયેલ જોરદાર ધડાકો થયેલ અને બન્નેભાઈઓ ઉપર ટ્રેકટરના ટાયર ફરી વડેલ હતા જેથી રોડ ઉપર જતા આવતા વાહન ચાલકો હોટલ વાળાઓ સ્થળ ઉપર દોડી આવેલ હતા અને આ દ્રશ્ય કમ્પાઉનારૂ હતું, ૧૦૮ ને જાણ કરતા બન્નેને સીવીલ હોસ્પીટલ  વેરાવળમંા લાવેલ હતા. પરીવારજનો હોસ્પીટલે દોડી આવેલ હતા.

જીમુલીયા પરીવારના કાકા બાપાના બન્નેભાઈઓ અરણેજ ગામે અનાજ કરીયાણા નો વેપાર કરે છે તેમા સૌથી કરૂણા એ છેકે કમલેશ કેશવલાલ જીમુલીયા ઉ.પર ને સંતાન માં ત્રણ દીકરીઓ છે ત્રણેય નાની છે રમેશકુમાર મોહનલાલ જીમુલીયા ઉ.પપ બે દીકરી એક દીકરો છે દીવાળી ના પવિત્ર તહેવારોમાં ટ્રેકટર ચાલકની ભુલના લીધે લોહાણા સમાજના બે પરીવારો નો માળો વિખાય જતા નાનકડા એવા અરણેજ ગામમાં ભારે અરેરાટી ફેલાયેલ છે.

પી.એસ.આઈ કડછા એ જણાવેલ હતું કે ટ્રેકટર નો કબજો લીધેલ છે આ બનાવ બનતા લોહાણા મહાજન વેરાવળ ના માનદમંત્રી દીપક કકકડ સ્થળ ઉપર પહોચી ગયેલ હતા અને પરીવારજનોને સાંતવના આપી હતી અને ટે્રકટર ચાલક સામે હીટ એન્ડ રન નો ગુનો નોધવા પોલીસમાં રજુઆત કરેલ છે.

(12:54 pm IST)