સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th November 2019

મોરબીના કંડલા બાયપાસ અને શનાળા રોડ પર બે સ્થળે અકસ્માત: વૃદ્ધ સહીત બેને ઈજા

મોરબીના કંડલા બાયપાસ અને શનાળા રોડ પર બે સ્થળે અકસ્માતના બનાવમાં વૃદ્ધ સહીત બેને ઈજા પહોંચી છે

               અકસ્માતના પ્રથમ બનાવમાં ટંકારાના મીતાણા રહેતા સુમિતકુમાર નાગેન્દ્રપ્રસાદ ગોંડ ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદી રોડ પહોળો કરવાનું કામ કરતા હતા ત્યારે કંડલા બાયપાસ રોડ પરથી પસાર થતી બોલેરો મેક્ષી ટ્રક નં જીજે ૩૬ ટી ૩૪૬૩ ના ચાલકે તેને ઠોકર મારતા ફેકચર જેવી ઈજા પહોંચી છે

               બીજા બનાવમાં મોરબીના શકત શનાળા રહેતા છગનભાઈ જેઠાભાઈ ધોળકીયા (ઉ.વ.૬૯) વાળાએ ફરિયાદમાં જણાવ્યું છે કે રીક્ષા નં જીજે ૦૩ બીટી ૦૮૬૩ ના ચાલકે શનાળા રોડ પર ફરિયાદીની સાયકલને ઠોકર મારી ફરિયાદીને ઈજા પહોંચાડી છે પોલીસે બંને બનાવોની નોંધ કરી તપાસ ચલાવી છે

(11:30 pm IST)