સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th November 2019

પોરબંદર કાંઠે ૩ નંબરનું સિગ્નલ ઉતારી લેવાયું : માછીમારો ફિશીંગમાં જવા રવાના

પોરબંદર તા ૯  :  '' મહા'' વાવાઝોડાની અસરના સંભાવનાને લઇ દરિયાકાંઠે રાખેલ ૩ નંબરનું સિગ્નલ ઉતારી લેવામાં આવ્યું છે માછીમારો ફીશીંગમાં જવા રવાના થઇ રહેલ છે.

આજે સવારે ઠંડીનો અનુભવ થયો હતો. દરિયો શાંત થયો છે. ગુરૂતમ ઉષ્ણતામાન ૩૨.૮ સ.ગ્રે., લઘુતમ ઉષ્ણતામાન ૨૧.૬ સે.ગ્રે., ભેજ ૪૦ ટકા, પવનની ગતિ ૧૧ કી.મી. તથા હવાનું દબાણ ૧૦૧૩.૧ એચ.પી.એ રહયું છે.

(1:20 pm IST)