સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th November 2019

વિરમગામમાં અસુવિધાને લઈને વેરો ન ભરવા માટે બેનરો લાગ્યા

વઢવાણઃ  તા.૯, હાલમા વિરમગામ શહેરમાં ઉભરાતી ગટરો અને ગંદકીને લઇને રોગચાળો ફેલાયો છે ત્યારે વિરમગામ વેપારી મહામંડળ અને યુવાશકિત ગ્રુપ દ્વારા ઠેરઠેર શુક્રવારના રોજ શહેરમાં જાહેરમાં બેનરો લગાડવામાં આવ્યા આવ્યા છે જેમાં જણાવ્યા મુજબ સુવિધા નહીં તો વેરો નહીં તેવા બેનરો લગાવી લોકોને કોઈપણ જાતનો વેરો નહીં કરવા માટે અપીલ કરી છે.

  વિરમગામ નગરપાલિકા ને પણ બધું ૬ કરોડથી પણ વધુ રૂપિયાનો વેરો નગરજનો પાસે લેણુ હોવાનું જાણવા મળ્યું છે બીજી તરફ વિરમગામ નગરપાલીકા દ્વારા શહેરની મિલકત નાના પ્રમાણમાં માત્ર ૨૦ થી ૨૫ ટકા જ નળ અને ગટર કનેકશન હોવાનું સુત્રો જણાવી રહેલ છે ત્યારે વિરમગામ શહેરમાં નળ અને ગટરના મોટા પાયે ગેરકાયદેસર કનેકશન હોવાની સંભાવના રહેલી છે ત્યારે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર કનેકશન ને લઈને કાયદેસર કનેકશન ધરાવનાર અને ટેકસ ભરનાર નાગરિકો દ્યણા સમયથી આ સુવિધાઓને લઇને હેરાન પરેશાન થઇ રહ્યા છે.

(1:16 pm IST)