સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th November 2019

જૂનાગઢની તવારીખ ઓળખ એટલે નવમી નવેમ્બર- જૂનાગઢનો ખરા અર્થમાં આઝાદી દિન

મુંબઈ માધવબાગમાં નેતૃત્વ શામળદાસ ગાંધી તથા અમૃતલાલ શેઠે આરઝી હકૂમતનાં પ્રધાન મંડળની કરી હતી રચના

જૂનાગઢ, તા.૯: દેશમાં જયારે જયારે રજવાડાઓની વાત નીકળે ત્યારે ત્યારે  જુનાગઢની યશોગાથા ગવાય અને ચર્ચાય છે. જુનાગઢની ખુમારીની લોકવાયકાઓમાં પણ ઉલ્લેખનીય નોંધ લેવામાં આવે છે. ગુજરાતના લોકસંગીતમાં જયારે જયારે ખુમારીની વાતો આવે છે ત્યારે ત્યારે જુનાગઢના રજવાડાના દુહાઓ અને બહારવટીયાઓની રાજતંત્ર સામે લોકહીત માટેની લડાઇની પરંપરાગત લોકગીતમાં લોકોની જુબાનમાં સાંભળવામાં આવે છે. ગુજરાતનાં બે ગઢ પાવાગઢ અને જૂનાગઢ છે. જેમાં જૂનાગઢની શૈાર્ય, ખમીરી અને દાતારી તથા આતિથ્યભાવની દેશ વિદેશમાં ખ્યાતિ અહીંની કેસર કેરીની મહેકની જેમ પ્રસરેલી છે. જુનાગઢનો ૯ નવેમ્બરના દિવસે જન્મ દિવસ છે. ભારત આઝાદ થયું ત્યારે જુનાગઢ રજવાડામાં રચ્યું પચ્યું હતું તેના કારણે તેને પાછળથી આઝાદ કરવામાં આવ્યું છે. દેશ આઝાદ થયો તે સમયે જુનાગઢ જીલ્લો આજના ગીર સોમનાથ અને પોરબંદર સહીત મૂળ જુનાગઢને સમાવતો અખંડ જીલ્લો હતો. આઝાદી વખતે જૂનાગઢના છેલ્લા સત્ત્।ાધીશ મહોબ્બત ખાન ત્રીજાની હકુમત ચાલતી હતી. ભારત પર અંગ્રેજો બે સદી રાજ કરી ત્યાર બાદ ભારતખંડને નોધારો મુકીને ચાલ્યા ગયા. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭માં નજીકના દિવસોમાં બ્રિટનની પાર્લામેન્ટના બંને ગૃહોમાં ખરડો પસાર કરવામાં આવ્યો હતો. ભારતના ભાગલા કરવાની જોગવાઈ અને દેશી રાજયો પર બ્રિટનની હકુમતનો અંત આવ્યો હતો. દેશી રાજયોનું જોડાણ અને ભારત પાકિસ્તાનના ભાગલા કરવામાં આવ્યા તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલ પોતાની કુનેહથી મોટા ભાગના રજવાડાઓને ભારતીય સંદ્યમાં જોડાવા માંડ્યા હતાં. ભારતનો એક નવો નકશો પણ તૈયાર થવા માંડ્યો હતો. જૂનાગઢ પાકિસ્તાનમાં જોડાશે તેવી હિલચાલ થતા ૧૧ એપ્રિલ ૧૯૪૭ના રોજ જૂનાગઢના નવાબ મહોબત ખાન ત્રીજાને એક અહેવાલ મોકલવામાં આવ્યો હતો. કહેવાય છે કે નવાબે જુનાગઢ રાજને પાકીસ્તાનમાં નહીં જોડાય પણ ભારતમાં જોડાવાની જાહેરાત થઇ ન હતી. તે વર્ષના જુન માસમાં મુંબઈના માધવબાગ ખાતે કાઠીયાવાડ પ્રાંત પ્રજા સંમેલન મળ્યું. જૂનાગઢ પાકિસ્તાનમાં ભળવા મનસુબો વ્યકત કરે તો કટોકટીને પહોંચી વળવા કાઠીયાવાડ રાજકીય પરિષદની રચના કરવામાં આવી હતી જેમાં મુખ્ય સૂત્રોધાર રસિક પરીખ અને રતુભાઈ અદાણી જેવા લોકસેવકો હતાં. સરદાર પટેલે જૂનાગઢ પ્રજામંડળની માંગને ધ્યાને લઇને નવાબને સમજાવવા વી.પી.મેનને મોકલ્યા પણ ભુટ્ટોએ મેનન અને નવાબની મુલાકાત જ ન થવા દીધી. નવાબ જૂનાગઢને પાકીસ્તાનમાં ભેળવે તેવી દહેશતે દ્યણાં લોકો જૂનાગઢ રાજમાંથી નજીકનાં વિસ્તારોમાં હિજરત કરવા મજબુર બન્યા હતા. નવાબ સાથે વાટાદ્યાટો કે સમજુતીનાં માર્ગો બંધ થતાં અંતે આરઝી સેનાની રચના થઇ. શાહનવાજ ભુટ્ટો અને પોલીસ કમિશ્નર નકવી આરઝી સેનાનો પ્રતિકાર કરવા પ્રવૃત થયા ત્યારે કરાંચીથી નવાબે ભુટ્ટોને સંદેશો મોકલ્યો કે નિર્દોશ પ્રજાને હાની ના થાય અને જૂનાગઢની ભૈાગલીક, સાંસ્કૃતિક બાબતોને ધ્યાને લઇ ભારત સરકારની શરણાગતી સ્વીકારી લેવી. આખરે ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ આરઝી સેનાનાં સૈનિકો જૂનાગઢમાં પ્રવેશ્યા અને આજનાં ઉપરકોટ પર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ રીતે જૂનાગઢે પહેલી વાર આઝાદીનો શ્વાસ લીધો હતો. તે દિવસથી જૂનાગઢ સ્વતંત્ર બની ગયું.

૧૯૪૭માં ભારત તો આઝાદ દ્યોષીત થઇ ગયું પણ ભુટ્ટોનાં મનસુબાને પારખીને જૂનાગઢના કેટલાક આગેવાનો પોતાના બળે નવાબી હકૂમતનો છેડો લાવવા મેદાનમાં આવ્યા અને આરઝી હકૂમત સ્થાપવાનું નક્કી કર્યું. ૨૫ સપ્ટેમ્બર, ૧૯૪૭ના રોજ કેટલાક લોકોઙ્ગમુંબઈના માધવબાગમાં ભેગા થયા, જેમનું નેતૃત્વ શામળદાસ ગાંધી તથા અમૃતલાલ શેઠે લીધું. ત્યાં આરઝી હકૂમતનાં પ્રધાન મડંળની રચના કરવામાં આવી હકૂમતની લોકસેના માટે શસ્ત્રસરંજામ મેળવવાની જવાબદારી રસિકલાલ ૫રિખે સંભાળી, જયારે સનત મહેતા અને જશવંત મહેતા જેવા કાર્યકરોને વિવિધ લશ્કરી ટુકડીઓને દોરવણી આપવાનું કામ સોંપવામાં આવ્યું. આરઝી હકૂમત દ્વારા 'આઝાદ જૂનાગઢ રેડીયો' નામના ગુપ્ત સ્ટેશનેથી 'ચલો જૂનાગઢ એકસાથ' અને 'આરઝી હકૂમત ઝીંદાબાદ' રેકર્ડ વગાડવામાં આવતી. ૨૪ ઓકટોબર, ૧૯૪૭ની તારીખે તેઓ જૂનાગઢ રાજયના પૂર્વ સીમાડામાં પ્રવેશ્યા. તેજ દિવસે આરઝી હકૂમતે જૂનાગઢના ૧૧ ગામો પર અંકુશ મેળવ્યો અને ત્યારબાદ લગભગ ૩૬ ગામો પર અંકુશ પ્રાપ્ત કર્યો. માંગરોળ,ઙ્ગબાંટવાઙ્ગઅનેઙ્ગમાણાવદરઙ્ગપણ મુકત થયા પછી જૂનાગઢ રાજયનુંઙ્ગકુતિયાણાઙ્ગઅલગ પડ્યું. થોડા જ કલાકોમાં ભારતીય લશ્કરના જવાનો આવી પહોંચ્યા અને કુતિયાણાનો હવાલો તેમણે સંભાળી લીધો, ચોતરફથી દ્યેરાયેલા જૂનાગઢને બહારનો સંપર્ક કપાતાં અનાજની કારમી તંગી, વેપારધંધા ભાંગી પડ્યા, જનતામાં પણ નવાબ સામે આક્રોશ હતો. આ દરમિયાન દીવાન શાહનવાઝ ભુટ્ટોએ ૪ નવેમ્બર, ૧૯૪૭ ના રોજ પુલિસ કમિશ્નર કે.એમ. નકવીને લેખીત પત્ર સાથે પાકિસ્તાની લશ્કરની સહાય માગવા કરાચી મોકલ્યો,ઙ્ગપણ એ પાછા આવ્યા જ નહિ. આથી જૂનાગઢના નવાબ મહાબતખાન જૂનાગઢનું ઉંબાડીયું દીવાન શાહનવાઝ ભુટ્ટો ઉપર નાખી પાકિસ્તાન ભાગી ગયા. તે રૂ. ૧,૨૯,૩૪,૭૦૦ ની ચલણી નોટો, ઝવેરાત, પાંચ બેગમો, અઢાર સંતાનો તથા માનીતા કૂતરા અને બે ડોકટરો લઇને પાકિસ્તાન જતો રહ્યો, જયાં કરાંચીમાં તેનું 'જૂનાગઢ હાઉસ' નામનું મહેલાત જેવું મકાન હતું. ત્યારબાદ ભુટ્ટો પણ પાકિસ્તાન જતા રહ્યા હતા. આથી જ ૯મી નવેમ્બર જૂનાગઢનો આઝાદી દિવસ છે. આ દિવસે જૂનાગઢ આઝાદ થયું હતું, આપણે જાણીને નવાઈ લાગશે પરંતુ ભારત દેશ આઝાદ થઇ ગયા પછી જૂનાગઢ જે ૭૬ દિવસ પછી એટલે કે ૯ નવેમ્બર ૧૯૪૭ના દિવસે આઝાદ થયું હતું. જૂનાગઢ રિયાસતના નવાબ જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દેવા માંગતા હતા. પરંતુ તત્કાલીન ગૃહ મંત્રી સરદાર પટેલના આદેશથી શામળદાસ ગાંધીની આગેવાનીમાં આરઝી હુકુમતની રચના કરી જૂનાગઢને આઝાદ ભારતમાં સામેલ કરવામાં આવ્યું હતું. ત્યાર થી જૂનાગઢમાં આજના દિવસે આઝાદી દિનની ઉજવણી કરવામાં આવે છે.

સંકલનઃચિરાગ પટેલ

(1:11 pm IST)