સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th November 2019

જેતપુરમાં ૧૬ બોટલ દારૂ સાથે મહિલા પકડાઈઃ પતિની શોધખોળ

જેતપુર, તા. ૯ :. જેતપુરમાં ૧૬ બોટલ દારૂ સાથે મહિલાને પોલીસે ઝડપી લઈ તેના પતિની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રબારીકા ચોકડી પાસે આવેલ પટેલ સિમેન્ટના કારખાનાની ઓરડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ હોવાની બાતમી આધારે પોલીસ સ્ટાફ લખુભા રાઠોડ, સંજયભાઈ પરમાર, રામજીભાઈ ગરેજા, મહેન્દ્રભાઈ ખીમસુરીયા, હિતેષભાઈ વરૂ રબારીકા ચોકડી પાસે આવેલ પટેલ સિમેન્ટના કારખાનામાં આવેલ ઓરડીમાં મહિલા મધુબેન હાજર હોય પોલીસે તપાસ કરતા કબાટમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૧૬ કિં. રૂ. ૪૮નો મળી આવેલ દારૂ અંગે પૂછપરછ કરતા તેના પતિ જગદીશ ઉર્ફે જગો જીવરાજભાઈ મકવાણાએ રાખવા આપેલ હોવાનું જણાવતા પોલીસે બન્ને વિરૂદ્ધ ગુન્હો નોંધી જગદિશ હાજર ન હોય તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(1:09 pm IST)